Home> Entertainment
Advertisement
Prev
Next

Mallika Sherawat Birthday: બોલ્ડ મલ્લિકા શેરાવતના હિરોઈન બનવા પાછળ છે શોકિંગ સ્ટોરી

Mallika Sherawat Birthday  મલ્લિકા શેરાવતના પિતા નહોતા ઈચ્છતા કે તે એક્ટ્રેસ બને, છતાં જાણો તેવી રીતે બોલીવુડમાં કરી એન્ટ્રી
 

Mallika Sherawat Birthday: બોલ્ડ મલ્લિકા શેરાવતના હિરોઈન બનવા પાછળ છે શોકિંગ સ્ટોરી

અમદાવાદ :બોલીવુડમાં પોતાના હોટ અંદાજથી દર્શકોની વચ્ચે એક અલગ ઓળખાણ બનાવનારી મલ્લિકા શેરાવતનું નામ પોતાના સમયની બોલ્ડ અદાકારાઓમાં લેવાય છે. અત્યારે મલ્લિકા ફિલ્મોથી દૂર થઈ ગઈ છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીની આ એક્ટ્રેસ પોતાનો 46મો જન્મદિવસ મનાવી રહી છે.

fallbacks

મલ્લિકા શેરાવતના ફેન્સને લગભગ એ વાત નહીં ખબર હોય કે તેમના પિતા તેમને એક્ટ્રેસના રૂપમાં નહોતા જોવા માંગતા. આજે એક્ટ્રેસના બર્થડે અમે તમને જણાવીશું કે, તેમના પિતા તેમને કયા રૂપમાં જોવા માગતા હતા.

આ પણ વાંચો : અમે લહેરીલાલા... કારગિલમાં જવાનોએ પીએમ મોદી માટે ગાયું ગુજરાતી ગીત

મલ્લિકા શેરાવત ભણવામાં ખુબ જ હોશિયાર વિદ્યાર્થીની હતી. તેમણે દિલ્હી યુનિવર્સિટીના મિરાંડા હાઉસ કોલેજથી ફિલોસ્ફીની ડિગ્રી મેળવી હતી. ત્યારે મલ્લિકાના પિતાની ઈચ્છા હતી કે તેમની પુત્રી ભણી-ગણીને IAS ઓફિસર બને. શેરાવતના નસીબમાં IASની જગ્યાએ મશહૂર ફિલ્મ એક્ટ્રેસ બનવાનું લખ્યું હતું.

હવે મલ્લિકા શેરાવત ફિલ્મોની લાઈમલાઈટથી દૂર થઈ ગઈ છે. પરંતુ ઈન્સ્ટાગ્રામ પર ખુબ જ એક્ટિવ રહે છે. તે અવારનવાર પોતાના ફેન્સ માટે નવા નવા ફોટોઝ અને વીડિયોઝ શેર કરે છે. 

આ પણ વાંચો : બિગ બ્રેકિંગ : દિવાળીએ ગુજરાતના 17 IPS ઓફિસરોને બદલી-પ્રમોશનના ઓર્ડર છૂટ્યા

મલ્લિકા શેરાવતે પોતાના ફિલ્મી કરિયરમાં મર્ડર, ડર્ટી પોલિટિક્સ, હિસ, ધ મિથ, ખ્વાહિશ અને વેલકમ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. તેમની પર્સનલ લાઈફની વાત કરીએ તો મલ્લિકા શેરાવતે કરણસિંહ ગિલની સાથે લગ્ન કર્યા હતા. જો કે, બંનેના લગ્ન એક વર્ષમાં જ તૂટી ગયા હતા. હાલ મલ્લિકા શેરાવત પોતાની લાઈફમાં ખુબ જ ખુશ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More