નવી દિલ્હીઃ 4 બહેનો વચ્ચે એકમાત્ર ભાઈ બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)એ 34 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહી દીધુ હતું. સુશાંતના મોત બાદ તેની બહેનો પોતાના આંસુ રોકી શકતી નથી, પરંતુ તેણે એક વચન જરૂર લીધુ છે કે તે સત્યની રક્ષા કરશે અને પોતાના ભાઈને ન્યાય અપાવીને રહેશે. સુશાંતને ન્યાય અપાવવા માટે તેની બહેન શ્વેતા સિંહ કીર્તિ સતત સોશિયલ મીડિયા પર પોતાના ભાઈ માટે પોસ્ટ શેર કરતી રહે છે.
રવિવારે તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ કરી છે અને લોકોને એક ખાસ અપીલ કરી છે. તેણે પોતાની ઇન્સ્ટા પોસ્ટ પર લખ્યું છે, 'એક અસાધારણ ગ્રહોનો સંગમ આજે એટલે કે 13/9/2020ના સવારે 10.45થી બપોરે 12 કલાક સુધી થવાની સંભાવના છે. મુખ્ય ગ્રહોમાં મોટા ભાગના પોતાના ઘરોમાં હશે. આ ખુબ શુભ સમય કે મુહૂર્ત છે કોઈપણ વસ્તુ માટે.'
તેણે આગળ લખ્યું, 'એવું માનવામાં આવે છે કે આવું નક્ષત્ર શ્રી રામજીના જન્મ સમયે થયું હતું. કોઈપણ વ્યક્તિ પોતાની ઈચ્છાઓની પ્રાપ્તિ માટે પ્રાર્થના કરવા માટે આ કાળનો ઉપયોગ કરી શકે છે. બધા નવકાર મંત્ર, આદિત્ય હ્યદયમ, હનુમાન ચાલીસા, નારાયણ કવચમ, રામ રક્ષા સ્ત્રોત કે કોઈપણ પસંદગીનું ભજન પોતાના ઈષ્ટ દેવતાને આત્મસમર્પણના દ્રષ્ટિકોણથી આમંત્રિત કરી શકે છે. આ ખગોળિય ઘટના 250 વર્ષ બાદ ફરીથી થશે. આ વધારાના સામાન્ય જ્યોતિષીય સંગમનો ઉપયોગ કરે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. તો આપણે આ સમયનો ઉપયોગ સુશાંતને ન્યાય અપાવવા માટે કરી શકીએ.'
રિયા જેલમાં જતા જ હડકંપ, આ બોલિવૂડ સુપરસ્ટારના પરિવારના અનેક લોકોએ તાબડતોબ મુંબઈ છોડ્યું!
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે