Home> Entertainment
Advertisement
Prev
Next

70ના દાયકાની આ અભિનેત્રી...77 વર્ષની ઉમરે પણ લે છે સુંદરતા વધારે તેવા ઈન્જેક્શન, ઓળખી તમે?    

Beauty Treatment: ઈન્ડસ્ટ્રીમાં સર્જરી, ફિલર્સ અને ઈન્જેક્શન જેવી ચીજો હવે સામાન્ય થઈ ચૂકી છે. આજના સમયમાં મોટાભાગની અભિનેત્રીઓ સુંદર દેખાવા માટે તેનો સહારો લે છે. પરંતુ 70ના દાયકાની એક એવી પણ અભિનેત્રી છે જે 77 વર્ષની ઉંમરે પણ સુંદરતા વધારવા ઈન્જેક્શન  લે છે. 

70ના દાયકાની આ અભિનેત્રી...77 વર્ષની ઉમરે પણ લે છે સુંદરતા વધારે તેવા ઈન્જેક્શન, ઓળખી તમે?    

અમે અહીં એક એવી અભિનેત્રીની વાત કરી રહ્યા છીએ જેમણે 60થી 70ના દાયકામાં હિટ ફિલ્મોની લાઈન લગાવી દીધી હતી. આજે ભલે તે ફિલ્મોથી દૂર છે પરંતુ 77ની ઉંમરમાં પણ તેમનું ગ્લેમર અને સુંદરતામાં કોઈ કમી નથી આવી. હાલમાં જ પોતાના એક ઈન્ટરવ્યુ દરમિયાન  મુમતાઝે પોતાની ફિટનેસ અને સુંદરતાનું રહસ્ય ખોલ્યું. તેમણે જણાવ્યું કે જો કોઈને સારા દેખાવું હોય તો તેણે પોતાનું ધ્યાન રાખવું જરૂરી છે. 

fallbacks

મુમતાઝે એ પણ સ્પષ્ટ કર્યું કે તેમણે ક્યારેય સર્જરી  કરાવી નથી પરંતુ ચહેરાની બંને બાજુ દર ચાર  મહિને ફિલર્સ જરૂર કરાવે છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાતચીતમાં મુમતાઝે કહ્યું કે તેણે ફેસલિફ્ટની જરૂર ક્યારેય મહેસૂસ કરી નથી. પંરતુ જ્યારે તે થાક અનુભવે છે ત્યારે ચહેરાની બંને બાજુ ફિલર્સનો ઉપયોગ કરે છે. તેમણે જણાવ્યું કે આ ફિલર્સ એકથી બે મહિના સુધી અસરમાં રહે છે અને પછી તે દર ચાર મહિને તેને ફરીથી કરાવે છે. 

પ્લાસ્ટિક સર્જરીની વિરુદ્ધમાં નથી
મુમતાઝે એમ પણ કહ્યું કે તે પ્લાસ્ટિક સર્જરીની વિરુદ્ધમાં નથી અને જે લોકો કરાવવા માંગતા હોય તેમણે જરૂર કરાવવી જોઈએ. જ્યારે તેમને પૂછવામાં આવે કે આજકાલની અભિનેત્રીઓ પ્લાસ્ટિક સર્જરી કેમ કરાવે છે તો તેમણે કહ્યું કે જો કોઈને લાગતું હોય કે તેણે પોતાના શરીર કે ચહેરામાં કઈક ફેરફાર કરાવવો છે તો કોઈ ગુનો નથી. તેમણે કહ્યું કે, જો મને પણ  ક્યારેય એવું લાગે કે મારે કઈક બદલવું છે તો હું જરૂર કરાવીશ. બધાએ કરાવવું જોઈએ. 

ડાયેટ અને લાઈફસ્ટાઈલનું રાખે છે ધ્યાન
તેમનું માનવું છે કે જોવામાં સારું લાગવું અને લોકોને પસંદ પડવું એ દરેક માણસની ચાહત હોય છે. મુમતાઝ પહેલા પણ પોતાના ડાયેટ અને લાઈફસ્ટાઈલ વિશે ખુલીને વાત કરી ચૂકી છે. રેડિયો નશાને આપેલા ઈન્ટરવ્યુમાં તેમણે જણાવ્યું કે તે ભોજનને લઈને ખુબ સ્ટ્રીક્ટ છે. તે વધુ  ખાતા નથી અને ખોટી વસ્તુઓ ખાતા નથી. તેઓ રોજ કસરત કરે છે. ચહેરા અને વાળનું ખુબ ધ્યાન રાખે છે. પોતાનો ફેસપેક પોતે જાતે બનાવે છે. 

અક્ષય કુમારની સલાહ ફોલો કરે છે
આ સાથે જ પોતાની દિનચર્યાને લઈને પણ ખુબ ચુસ્ત રહે છે. મુમતાઝે જણાવ્યું કે તેઓ રાતે 9-10 વાગે સૂઈ જાય છે. સવારે 4-5 વાગે ઉઠે છે. સવારે 7 વાગે કસરત કરે છે. પછી કાળી ચા પીવે છે અને થોડો હેલ્ધી બ્રેકફાસ્ટ કરે છે. બપોરે લંચ કરે છે. તેમમે કહ્યું કે તેો રાતે ભોજન કરતા નથી ફક્ત ફળ ખાય છે. આ આદત તેમને અક્ષયકુમારની સલાહથી લાગી છે. તેમણે કહ્યું હતું કે 5-6 વાગ્યા બાદ ભોજન ન કરો. 

મુમતાઝની વર્કફ્રન્ટ
ફિલ્મોની વાત કરીએ તો મુમતાઝે બ્રહ્મચારી, દો રાસ્તે, ખિલૌના, આપ કી કસમ, અને રોટી જેવી અનેક હિટ ફિલ્મોમાં કામ કર્યું છે. તેમની એક્ટિંગ અને સુંદરતા આજે પણ લોકોના હ્રદયમાં વસેલા છે. ભલે તેમણે ફિલ્મોથી અંતર જાળવ્યું હોય પંરતુ તેમની ફિટનેસ અને પોઝિટિવ સોચ આજેની નવી પેઢી માટે પ્રેરણાદાયક છે. ઉંમર ભલે ગમે તેટલી હોય પરંતુ પોતાની દેખભાળ કરવી કેટલી જરૂરી છે તે મુમતાઝ પાસેથી શીખી શકાય. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More