નવી દિલ્હીઃ બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની છબી બગાડવાને લઈને 38 ફિલ્મ કંપનીઓ અને સંસ્થાઓએ દિલ્હી હાઈકોર્ટમાં એક પિટિશન દાખલ કરી છે, જેમાં બોલીવુડને લઈને બિનજવાબદાર, અપમાનજક અને બદનાર કરનારી નિવેદનબાજી અને મીડિયા ટ્રાયલ્સ કરવાથી કેટલાક મીડિયા હાઉસ અને ટીવી જર્નાલિસ્ટને રોકવાની અપીલ કરી છે. પિટિશન દાખલ કરનારમાં શાહરૂખ ખાન, સલમાન ખાન, આમિર ખાન, અજય દેવગનની કંપનીઓ સહિત ઘણા મોટા પ્રોડક્શન હાઉસ સામેલ છે.
છેલ્લા ચાર મહિનામાં તમામ મીડિયા રિપોર્ટમાં બોલીવુડને લઈને ઘણું કહેવામાં આવ્યું છે. ખાસ કરીને ડ્રગ્સની તપાસ દરમિયાન ઘણી બોલીવુડ સેલિબ્રિટીને તેની સાથે જોડવામાં આવી અને બોલીવુડને એવી જગ્યા બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો, જ્યાં ડ્રગ્સ જેવી આદતોની બોલબાલા છે. દિલ્હી હાઈકોર્ટમાં જે પિટિશન દાખલ કરવામાં આવી છે, તેમાં અનેક મોટા પત્રકારો અને મીડિયા હાઉસના નામ છે.
પિટિશનમાં ન્યૂઝ ચેનલના પ્રોગ્રામ કોડનું પાલન કરતા છબી ખરાબ કરનાર કન્ટેન્ટને હટાવવાની માગ કરવામાં આવી છે. આરોપ છે કે ચેનલ્સે બોલીવુડને લઈને ખરાબ ભાષાનો ઉપયોગ કર્યો છે. આ પિટિશન માટે 34 મોટા પ્રોડક્શન હાઉસ અને 4 ફિલ્મ સંસ્થાઓ સાથે આવી છે. ફિલ્મમેકર વિવેક અગ્નિહોત્રીએ આ બધાના નામ જાહેર કર્યા છે.
Here is the list of Bollywood associations and production houses who have filed a case against @republic #ArnabGoswami @pradip103 @navikakumar @RShivshankar and @TimesNow
What’s your comment on this new phenomenon? pic.twitter.com/gDZk8M9EZl
— Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) October 12, 2020
આ લિસ્ટ અનુસાર ફિલ્મ એન્ડ ટેલિવિઝન, પ્રોડ્યૂસર્સ ગિલ્ફ ઓફ ઈન્ડિયા, સ્ક્રીન રાઈટર્સ એસોસિએશન, સિને અને ટીવી આર્ટિસ્ટ એસોસિએશન અને ભારતીય ફિલ્મ અને ટીવી પ્રોડ્યુસર્સ કાઉન્સિલ. આમિર ખાન પ્રોડક્શન્સ, શાહરૂખ ખાનની કંપની રેડ ચિલીઝ એન્ટરટેઇનમેન્ટ, સલમાન ખાન ફિલ્મ્સ, કરણ જોહરની ધર્મા પ્રોડક્શન્સ, એડ-લેબ્સ ફિલ્મ્સ, અજય દેવગન ફિલ્મ્સ, અનિલ કપૂર ફિલ્મ એન્ડ કમ્યુનિકેશન નેટવર્ક, અરબાઝ ખાન પ્રોડક્શન્સ, આશુતોષ ગોવારિકર પ્રોડક્શન્સ, કેપ ઓફ ગુડ ફિલ્મ્સ, ફરહાન અખ્તરની એક્સેલ એન્ટરટેઈનમેન્ટ, રાકેશ રોશનની ફિલ્મક્રાફ્ટ પ્રોડક્શન્સ, કબીર ખાન ફિલ્મ્સ, નડિયાદવાલા ગ્રેન્ડસન એંટરટેનમેન્ટ, રોહિત શેટ્ટી પિક્ચર્સ, રિલાયન્સ બિગ એન્ટરટેઈનમેન્ટ, રોય કપૂર ફિલ્મ્સ, સોહેલ ખાન પ્રોડક્શન્સ, વિનોદ ચોપરા ફિલ્મ્સ, વિશાલ ભારદ્વાજ પિક્ચર્સ અને યશ રાજ ફિલ્મ્સ સામેલ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે