Home> Entertainment
Advertisement
Prev
Next

બસ થોડા કલાકોમાં રિલીઝ થશે 'Sye Raa Narasimha Reddy' નું ટ્રેલર

ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરતાં પહેલાં મેકર્સે ફિલ્મનું એક દમદાર પોસ્ટર રિલીઝ કર્યું છે. આ પોસ્ટરમાં પુરી સ્ટારકાસ્ટ એકદમ ગજબ અંદાજમાં જોવા મળી રહી છે. આ પોસ્ટરની સાથે જાણકારી આપવામાં આવી છે કે ફિલ્મના ટ્રેલરનું ભવ્ય લોન્ચ સાંજે 5.31 વાગે કરવામાં આવશે. 

બસ થોડા કલાકોમાં રિલીઝ થશે 'Sye Raa Narasimha Reddy' નું ટ્રેલર

નવી દિલ્હી: ગત કેટલાક દિવસોથી દર્શકોને મહાનાયક અમિતાભ બચ્ચન (Amithabh Bachchan) અને મેગાસ્ટાર ચિરંજીવી (Chiranjeevi) ની આગામી ફિલ્મ ('સઇ રા નરસિમ્હા રેડ્ડી)  (Sye Raa Narasimha Reddy)'નો રાહ જોવાઇ રહી છે. ફિલ્મનો ફર્સ્ટલુક રિલીઝ થતાં જ ઇન્ટરનેટ પર ટ્રેંડમાં આવી ગયો હતો. તો બીજી તરફ હવે ફિલ્મના ટ્રેલર માટે લોકોએ ઉંધી ગણતરી શરૂ કરી દીધી છે. આજે ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવશે. 

fallbacks

VIDEO: દુબઇમાં Dance કરતાં કરતાં શિલ્પા શેટ્ટીએ તોડી પ્લેટ્સ, 'પૈસાની બરબાદી' પર લોકોએ વ્યક્ત કર્યો ગુસ્સો

ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરતાં પહેલાં મેકર્સે ફિલ્મનું એક દમદાર પોસ્ટર રિલીઝ કર્યું છે. આ પોસ્ટરમાં પુરી સ્ટારકાસ્ટ એકદમ ગજબ અંદાજમાં જોવા મળી રહી છે. આ પોસ્ટરની સાથે જાણકારી આપવામાં આવી છે કે ફિલ્મના ટ્રેલરનું ભવ્ય લોન્ચ સાંજે 5.31 વાગે કરવામાં આવશે. 

ચિરંજીવી અને અમિતાભ બચ્ચન અભિનીત ('સઇ રા નરસિમ્હા રેડ્ડી)  (Sye Raa Narasimha Reddy)'ના ટીઝરના ધમાકા બાદ હવે ફિલ્મનું ટ્રેલર 18 સપ્ટેમ્બર 2019ના રોજ એટલે કે આજે હૈદ્વાબાદના એલબી સ્ટેડિયમમાં લોન્ચ કરવામાં આવશે. ફિલ્મ મેકર્સે આ ભવ્ય આયોજનની જાણકારી સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ પ્રી રિલીઝ ઇવેન્ટમાં ફરહાન અખ્તર, રામ ચરણ, ચિરંજીવી અને ફિલ્મના કલાકાર સામેલ હશે. 

આ ફિલ્મ એક એવા યોદ્ધા ઉય્યાલાવાદ નરસિમ્હા રેડ્ડીની કહાણી છે, જેને અંગ્રેજો વિરૂદ્ધ સૌથી પહેલાં જંગની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન (Amithabh Bachchan) નરસિન્હા રેડ્ડીના ગુરૂના પાત્રમાં જોવા મળશે.

નવા ફોટા સામે આવતાં જ ફરી ટ્રોલ થઇ સુહાના ખાન, લોકોએ કહ્યું- 'વિગ વાળો SRK'

તમને જણાવી દઇએ કે મલ્ટીસ્ટાર ફિલ્મ 2 ઓક્ટોબરના રોજ રિલીઝ થવા જઇ રહી છે. એટલે કે આ મલ્ટીસ્ટારર ફિલ્મની ટક્કર સિનેમાઘરોમાં યશ રાજ બેનર હેઠળ બનેલી ફિલ્મ 'વાર' સાથે થવાની છે. વારમાં ઋત્વિક રોશન અને ટાઇગર શ્રોફ જેવા બે એક્શન હીરોની જોરદાર ભિડંત જોવા મળશે. આ બે મેગા ફિલ્મો ઉપરાંત સિદ્ધાર્થ મલ્હોત્રા અને તારા સુતારિયા સ્ટારર ફિલ્મ 'મરજાવા' પણ આ દિવસે રિલીઝ થવાની છે. એટલે કે 2 ઓક્ટોબરના રોજ સિનેમાઘરોમાં સારી એવી ફાઇટ જોવા મળશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More