Home> Entertainment
Advertisement
Prev
Next

આવી ગયું છે કાજોલની ફિલ્મ ‘હેલિકોપ્ટર ઈલા’નું ટ્રેલર, જોઈને પડી જશે જલ્સો

બોલિવૂડ અભિનેત્રી કાજોલનો આજે જન્મદિવસ છે

આવી ગયું છે કાજોલની ફિલ્મ ‘હેલિકોપ્ટર ઈલા’નું ટ્રેલર, જોઈને પડી જશે જલ્સો

મુંબઈ : બોલિવૂડ અભિનેત્રી કાજોલનો આજે જન્મદિવસ છે. જન્મદિવસના ખાસ પ્રસંગે તેની આગામી ફિલ્મ ‘હેલિકોપ્ટર ઇલા’નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મ અજય દેવગણ અને ધવન જયંતીલાલ ગડા દ્વારા બનાવવામાં આવી છે અને એનું ડિરેક્શન કર્યું છે પ્રદીપ સરકારે. હેલિકોપ્ટર ઇલા  7 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થઇ રહી છે. વર્ષ 2015માં આવેલી ‘દિલવાલે’ પછી કાજોલ ફિલ્મી પડદેથી ગાયબ હતી. કાજોલના ફેન્સ આતુરતાથી તેની નેક્સ્ટ ફિલ્મની રાહ જોઈ રહ્યા હતા. આ ફિલ્મમાં કાજોલ ઉપરાંત નેહા ધૂપિયા પણ જોવા મળશે.

fallbacks

આનંદ ગાંધીના ગુજરાતી પ્લે ‘બેટા કાગડો’ પર બની આ ફિલ્મ એક સિંગલ મધર ઇલા પર આઘારિત છે. ફિલ્મના ટ્રેલરમાં કાજોલ પોતાના પુત્ર સાથે સંપૂર્ણ જીવન જીવ્યા હોવાનું જણાય છે. જોકે પુત્ર મોટો થઇ જાય છે અને એ પછી પુત્રને તેની માતાના પ્રેમને કારણે અકળાણ થવા લાગે છે. આ ફિલ્મને ‘શિપ ઓફ થિસિસ’ના આનંદ ગાંધીએ લખી છે.

‘હેલિકોપ્ટર ઈલા’ના ટ્રેલરમાં ઘણા એવા દ્રશ્ય અને ડાયલોગ છે જેને સામાન્ય વ્યક્તિ પોતાની રોજિંદી જિંદગી સાથે જોડી શકે છે. આ ફિલ્મનું ટ્રેલર મજેદાર અને ઈમોશનલ છે. ટ્રેલર જોઈને કાજોલના ફેન્સની ઉત્સુકતા વધી જશે.

બોલિવૂડના અન્ય સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More