Home> Entertainment
Advertisement
Prev
Next

સોશિયલ મીડિયા પર છવાઈ ગયું નક્કાશનું TRAILER, વાર્તા છે સાવ અલગ

એ. બી. ઇન્ફોસોફ્ટ ક્રિએશન, જલસા પિક્ચર્સ અને પદ્મજા પ્રોડક્શન બેનર હેઠળ બનેલી નક્કાશના નિર્માતા પવન તિવારી, ગોવિંદ ગોયલ અને જૈગમ ઇમામ છે. 

સોશિયલ મીડિયા પર છવાઈ ગયું નક્કાશનું TRAILER, વાર્તા છે સાવ અલગ

નવી દિલ્હી : હાલમાં સોશિયલ મીડિયામાં ફિલ્મ નક્કાશનું ટ્રેલર ચર્ચામાં છે. હિન્દુ અને મુસ્લિમ સંપ્રદાય પર બનેલી આ ફિલ્મની વાર્તા બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહી છે. આ ટ્રેલર સાત લાખ કરતા વધારે વખત જોવાઈ ચુક્યું છે. 

fallbacks

ફિલ્મ નક્કાશમાં બનારસમાં રહેતા મુસ્લિમ કારીગર અલ્લારખાંની વાર્તા છે. તે મંદિરના ગર્ભગૃહ બનાવવાનું કામ કરે છે. બનારસમાં ચાલી રહેલી રાજકીય હલચલને કારણે તેના કામમાં અવરોધ થાય છે જેના કારણે તે મંદિરમાં ખુલ્લેઆમ કામ કરવાના બદલે છુપાઈને કામ કરવાનું પસંદ કરે છે જેથી કોઈને ખબર ન પડે કે એક મુસ્લિમ મંદિરમાં કામ કરે છે. આ ફિલ્મને બનારસના લોકેશન પર શૂટ કરવામાં આવી છે. 

આ છે સુપરસ્ટારની પત્ની જે લગ્નના દાયકાઓ સુધી રહી સાત પડદા પાછળ, ઓળખી?

એ. બી. ઇન્ફોસોફ્ટ ક્રિએશન, જલસા પિક્ચર્સ અને પદ્મજા પ્રોડક્શન બેનર હેઠળ બનેલી નક્કાશના નિર્માતા પવન તિવારી, ગોવિંદ ગોયલ અને જૈગમ ઇમામ છે. ફિલ્મમાં ઇનામુલ હક, શારિબ હાશ્મી, કુમુદ મિશ્રા, રાજેશ શર્મા, ગુલ્કી જોશી, પવન તિવારી, હરમિન્દર સિંહ અલગ, સિદ્ધાર્થ ભારદ્વાજ, શોભના ભારદ્વાજ અને અનિલ રસ્તોગી જેવા કલાકારો કામ કરી રહ્યા છે. આ ફિલ્મ 31 મે, 2019ના રિલીઝ થઈ રહી છે.

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More