Home> Entertainment
Advertisement
Prev
Next

હોરર ફિલ્મોના શોખીનો  માટે ખુશખબર ! આવી રહેલી ફિલ્મ જેનું ટ્રેલર જોઈને થીજી જશે લોહી

‘કોન્જુરિંગ’ અને ‘એનાબેલ’ જેવી હોરર સીરિઝ બનાવી ચૂકેલા ડિરેક્ટર અને પ્રોડ્યુસર જેમ્સ વાનની નવી ફિલ્મનું ટ્રેલર સામે આવ્યું છે.

હોરર ફિલ્મોના શોખીનો  માટે ખુશખબર ! આવી રહેલી ફિલ્મ જેનું ટ્રેલર જોઈને થીજી જશે લોહી

મુંબઈ : ‘કોન્જુરિંગ’ અને ‘એનાબેલ’ જેવી હોરર સીરિઝ બનાવી ચૂકેલા ડિરેક્ટર અને પ્રોડ્યુસર જેમ્સ વાનની નવી ફિલ્મનું ટ્રેલર સામે આવ્યું છે. આ ફિલ્મ એક શેતાની શક્તિ પર આધારીત છે. જેની તાકાતનો કોઈ અંત નથી. ‘ધ કર્સ ઓફ વીપીંગ વુમન’ નામની આ ફિલ્મ હિંદીમાં શાપિત સ્ત્રી નામથી ભારતમાં રિલીઝ કરવામાં આવશે. આ હોરર ફિલ્મ ભારતમાં 19 એપ્રિલના રોજ રીલિઝ થશે.

fallbacks

આ ફિલ્મમાં સીન પેટ્રિક થોમસ, રોમન ક્રિસ્ટો, પેટ્રીસિયા વેલાસ્કેજ, મેરિસોલ રામિરેજ, રેમન્ડ ક્રૂઝ જેવા કલાકારો લીડ રોલમાં છે. આ ફિલ્મના ડિરેક્શનની જવાબદારી માઈકલ ચેવ્સે સંભાળી છે. જ્યારે ફિલ્મને જેમ્સ વાન, ગેરી ડબર્મન અને એમિલ ગ્લેડસ્ટોને પ્રોડ્યુસ કરી છે.

Video : આસપાસનું પણ ન રહ્યું ભાન, રણબીર અને આલિયા ઝઘડવા લાગ્યા જાહેરમાં

આ ફિલ્મમાં મેક્સિકન સમુદાયની સ્ટોરી હાઇલાઇટ કરવામાં આવી છે. આ ફિલ્મનું નામ શરુઆતમાં ‘ધ કર્સ ઓફ લા લૌરાના’ હતું. વોર્નર બ્રધર્સની આ ફિલ્મ અંગ્રેજી ઉપરાંત હિંદી, તામિલ અને તેલુગુ ભાષામાં રીલિઝ થશે. 

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More