Home> Entertainment
Advertisement
Prev
Next

'2.0'માં Rajinikanthની જગ્યાએ હોત આ એક્ટર પણ...રસ પડે એવો ઘટનાક્રમ

'રોબોટ'માં રજનીકાંતે ચિટ્ટીનો રોલ ભજવ્યો હતો અને હવે આ ફિલ્મની સિક્વલ જેવી '2.0' રિલીઝ થઈ રહી છે

'2.0'માં Rajinikanthની જગ્યાએ હોત આ એક્ટર પણ...રસ પડે એવો ઘટનાક્રમ

મુંબઈ : રજનીકાંત (Rajinikanth) અને અક્ષયકુમાર (Akshay Kumar) અભિનીત '2.0' આ અઠવાડિયે રિલીઝ થઈ રહી છે. રજનીકાંતના ચાહકો લાંબા સમયથી આ ફિલ્મની રાહ જોઈ રહ્યા હતા. 2010માં જ્યારે 'રોબોટ' આવી ત્યારે કોઈએ વિચાર પણ નહોતો કર્યો કે આ ફિલ્મની સિક્વલ પણ આવશે. ઓરિજનલ ફિલ્મમાં ચિટ્ટીના રોલમાં રજનીકાંતે ધમાલ મચાવી દીધી હતી. જોકે 2.0માં રજનીકાંતને બદલે શાહરૂખ ખાનને સાઈન કરવાનું લગભગ ફાઇનલ થઈ ગયું હતું. 

fallbacks

fallbacks

હકીકતમાં 'રોબોટ'ની સિક્વલના પ્લાનિંગ વખતે રજનીકાંત ઇચ્છતા હતા કે સિક્વલમાં ચિટ્ટીના રોલ માટે કોઈ બીજા એક્ટરને સાઇન કરવામાં આવે કારણ કે એ સમયે તેમની તબિયત બહુ ખરાબ હતી. આ સંજોગોમાં ફિલ્મમેકર શંકરે 2.0માં ચિટ્ટીના રોલ માટે શાહરૂખ ખાનને સાઇન કરવાનું લગભગ ફાઇનલ કરી દીધું હતું. 

Kedarnath Teaser : સારા લુકમાં જ નહીં પણ એક્ટિંગમાં પણ છે માતા અમૃતા જેવી મારફાડ

ઇન્ડિયા ટુડેને આપેલા એક ઇન્ટરવ્યૂમાં શંકરે કહ્યું હતું કે 'મેં જ્યારે 'રોબોટ'ના બીજા ભાગ વિશે વિચાર્યું ત્યારે રજની સરની તબિયત સારી નહોતી. આ ફિલ્મમાં બહુ સ્ટન્ટ હતા અને તેઓ સ્ટન્ટ કરવા માટે તેમજ ભારેખમ કોશ્ચ્યુમ પહેરવા માટે ફિટ નહોતા. એ સમયે મેં આ રોલ માટે શાહરૂખને લેવાનો વિચાર કર્યો હતો. જોકે થોડા સમય પછી તેઓ એકદમ ફિટ થઈ ગયા અને તેમણે 'લિંગા'માં કામ કર્યું. 'લિંગા'ના શૂટિંગ પછી રજની સર મને બીજીવાર મળ્યા અને કહ્યું કે હું આ ફિલ્મ માટે તૈયાર છું.'

fallbacks

'2.0'માં રજનીકાંત સિવાય અક્ષયકુમાર, એમી જેક્સન, સુધાંશુ પાંડે, આદિલ હુસૈન અને રિયાઝ ખાન જેવા કલાકારો જોવા મળશે. આ ફિલ્મમાં અક્ષયકુમાર ડો. રિચર્ડ નામના વિલનનો રોલ ભજવી રહ્યો છે જે એક ખોટા પ્રયોગને કારણે ક્રોમેન બની જાય છે. 

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More