Home> Entertainment
Advertisement
Prev
Next

કરીના કપૂર ખાને આપ્યા ‘ગુડ ન્યુઝ’, જીવનમાં આવશે મોટો વળાંક

કરીના કપૂર છેલ્લા કેટલાક સમયથી પ્રોફેશનલી સક્રિય બની છે

કરીના કપૂર ખાને આપ્યા ‘ગુડ ન્યુઝ’, જીવનમાં આવશે મોટો વળાંક

મુંબઈ : અક્ષયકુમાર અને કરીના કપૂર ખાને ગઈ કાલથી ‘ગુડ ન્યુઝ’નું શૂટિંગ શરૂ કરી દીધું છે. તેમની છેલ્લી 2009માં આવેલી ‘કમબખ્ત ઇશ્ક’ હતી. 2015માં આવેલી ફિલ્મ ‘ગબ્બર ઇઝ બેક’માં કરીનાએ તેની સાથે એક સ્પેશ્યલ ગીતમાં કામ કર્યું હતું.

fallbacks

અક્ષય અને કરીનાએ દસ વર્ષ પહેલા ‘કમબખ્ત ઇશ્ક’માં કામ કર્યું હતું. આ અગાઉ પણ તેમણે અનેક ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. તેમની ઓન-સ્ક્રીન કેમિસ્ટ્રી લોકોને પણ ખૂબ પસંદ પડી છે. ‘ગુડ ન્યુઝ’માં તેઓ મેરિડ કપલની ભૂમિકામાં જોવા મળવાનાં છે. તેમની સાથે દિલજિત દોસંજ અને કિઆરા અડવાણી પણ છે. આ ફિલ્મ ૬ સપ્ટેમ્બરે રિલીઝ થવાની છે. આ ફિલ્મ પછી કરીનાની કરિયરમાં મોટો વળાંક આવવાનો છે.

fallbacks

Video : કરણી સેનાને મળી છે માથું ભાંગે એવી કંગના, આપ્યો બોલતી બંધ થાય એવો વળતો જવાબ

ફિલ્મનું શૂટિંગ શરૂ કરવાની સાથે જ અક્ષયકુમારે ઇન્સ્ટાગ્રામ પર કરીના સાથેનો એક ફોટો શેર કર્યો હતો અને 10 વર્ષની ચેલેન્જ હેઠળ અક્ષયકુમારે એને કેપ્શન આપી હતી કે ‘2009થી 2019, ગુડ ન્યુઝ એ છે કે અત્યાર સુધી એટલુંબધું કંઈ બદલાયું નથી અથવા તો અમે એવી આશા રાખી રહ્યા છીએ. અમારા શૂટિંગનો પહેલો દિવસ છે. તમારી શુભેચ્છાની જરૂર છે. અમારી દસ વર્ષની ચેલેન્જ.’

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More