Home> Entertainment
Advertisement
Prev
Next

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના એક્ટર પર તુટ્યો દુખનો પહાડ, રમકડું ગળી જતા 2 વર્ષની દીકરીનું મોત

આ એક્ટર મૂળ રાજકોટના છે અને પત્ની સાથે દીકરીના અંતિમ સંસ્કાર માટે રાજકોટ પહોંચી ગયા છે

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના એક્ટર પર તુટ્યો દુખનો પહાડ, રમકડું ગળી જતા 2 વર્ષની દીકરીનું મોત

મુંબઈ : ટેલિવિઝન એક્ટર પ્રતીશ વોરાના પરિવાર પર દુખનો પહાડ તુટી પડ્યો છે. તેની બે વર્ષની દીકરીનું દુખદ અવસાન થયું છે. હકીકતમાં પ્રતીશની દીકરી 7 મેની રાત્રે તેના ઘરમાં પ્લાસ્ટિકના રમકડાથી રમી રહી હતી. આ દરમિયાન તે રમતરમતમાં રમકડાનો તુટેલો ટુકડો ગળી ગઈ હતી અને આ ટુકડો શ્વસનનળીમાં ભરાઈ જતા તેનું આકસ્મિક અવસાન થઈ ગયું હતું.

fallbacks

ગુરુવારે પ્રતીશ શોનું શૂટિંગ કરવાનો હતો પણ દીકરીના મૃત્યુના સમાચાર મળતા જ તેણે શૂટિંગ કેન્સલ કરી દીધું અને વતન રાજકોટ જવા રવાના થઈ ગયો. એક રિપોર્ટ પ્રમાણે પ્રતીશ બીજા દિવસે સવારે દીકરીના મૃતદેહ અને પત્ની સાથે રાજકોટ જવા રવાના થઈ ગયા છે અને ત્યાં જ અંતિમ સંસ્કાર કરવામાં આવશે. આ સમાચાર જાણીને સમગ્ર ટીવી ઇન્ડસ્ટ્રી શોકમાં છે.

fallbacks 

તસવીર સૌજન્ય : FB

તીશ તેની કરિયરમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા અને ક્રાઇમ પેટ્રોલ જેવા શોમાં કામ કરી ચુક્યા છે. હાલમાં તેઓ પ્યાર કે પાપડમાં જોવા મળી રહ્યા છે. આ સિરિયલમાં તેઓ નંદુ ગુપ્તનાનો રોલ કરી રહ્યા છે. આ એક કોમેડી ડ્રામા સિરિયલ છે. આ સ્ટારકાસ્ટમાં સવર્દા થિગલે, અક્ષય મિશ્રા અને અખિલેન્દ્ર મિશા જેવા એક્ટર્સ શામેલ છે. 

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More