Home> Entertainment
Advertisement
Prev
Next

Jasmin Bhasin: લેન્સના કારણે જેસ્મિન ભસીનનો કોર્નિયા ડેમેજ, આંખે દેખાતું થઈ ગયું બંધ

Jasmin Bhasin: અભિનેત્રી એક ઇવેન્ટમાં ભાગ લેવા માટે તૈયાર થઈ રહી હતી અને તેણે આંખમાં લેન્સ પહેર્યા. લેન્સ પહેર્યાની સાથે જ તેને આંખમાં બળતરા શરૂ થઈ ગઈ અને થોડી જ વારમાં દેખાતું પણ બંધ થઈ ગયું.

Jasmin Bhasin: લેન્સના કારણે જેસ્મિન ભસીનનો કોર્નિયા ડેમેજ, આંખે દેખાતું થઈ ગયું બંધ

Jasmin Bhasin: 34 વર્ષીય અભિનેત્રી જૈસ્મીન ભસીન સાથે એક દુર્ઘટના થઈ ગઈ છે. જેના કારણે તેને આંખે દેખાતું બંધ થઈ ગયું છે. આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે અભિનેત્રી એક ઇવેન્ટમાં ભાગ લેવા માટે તૈયાર થઈ રહી હતી અને તેણે આંખમાં લેન્સ પહેર્યા. લેન્સ પહેર્યાની સાથે જ તેને આંખમાં બળતરા શરૂ થઈ ગઈ અને થોડી જ વારમાં દેખાતું પણ બંધ થઈ ગયું. અભિનેત્રીને તુરંત જ હોસ્પિટલ ખસેડવામાં આવી અને ત્યાં તેને ખબર પડી કે લેન્સના કારણે તેની આંખના કોર્નિયા ડેમેજ થઈ ગયા છે. 

fallbacks

આ પણ વાંચો: ઝહીરે લગ્ન માટે માંગ્યો સોનાક્ષીનો હાથ ત્યારે શત્રુઘ્ન સિંહાનું આવું હતું રિએકશન

ટીવી અભિનેત્રી જૈસ્મીન ભસીન 17 જુલાઈએ દિલ્હીની એક ઈવેન્ટમાં ભાગ લેવા માટે પહોંચી હતી. ઇવેન્ટ માટે તૈયાર થતી વખતે તેણે આંખમાં લેન્સ પહેર્યા હતા ત્યારબાદ તેને આંખમાં અચાનક બળતરા અને દુખાવો થવા લાગ્યો. પરંતુ વર્ક કમિટમેન્ટના કારણે તેણે ઇવેન્ટ ચશ્મા પહેરીને પૂરી કરી લીધી. ઇવેન્ટ પૂરી થતાં જ તે ડોક્ટર પાસે પહોંચી અને આંખનું ચેકઅપ કરાવ્યું. 

આ પણ વાંચો: ફેમસ એક્ટર લગ્નના બે જ મહિનામાં અન્ય અભિનેત્રી સાથે નગ્ન હાલતમાં પત્નીના હાથે પકડાયો

ચેકઅપ પછી ડોક્ટરે જણાવ્યું કે લેન્સના કારણે તેની આંખના કોર્નિયા ડેમેજ થઈ ગયા છે. ત્યાર પછી તે પ્રાથમિક સારવાર લઈને મુંબઈ આવી અને આંખનો ઈલાજ શરૂ કરાવ્યો. હાલ ડોક્ટરે તેની આંખ પર પટ્ટી બાંધી દીધી છે પરંતુ જેસ્મીન ભસીને તેમ છતાં આંખમાં અસહ્ય દુખાવો થાય છે. જોકે ડોક્ટરનું જણાવવું છે કે જેસ્મીન 4 થી 5 દિવસમાં સ્વસ્થ થઈ જશે પરંતુ ત્યાં સુધી તેને આંખમાં દેખાવામાં તકલીફ રહેશે.

મહત્વનું છે કે જેસ્મીન ભસીન અને અલી ગોની એકબીજાને ડેટ કરે છે. તાજેતરમાં જૈસ્મીન અલી ગોની સાથે લાફ્ટર શેફ શોમાં પણ જોવા મળી હતી. છેલ્લા ઘણા વર્ષોથી બંને એકબીજાને ડેટ કરે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More