Home> Entertainment
Advertisement
Prev
Next

હવે આ એક્ટ્રેસનો કોરોના નીકળ્યો, પોતાના નજીકના લોકોને ટેસ્ટ કરવાની આપી સલાહ

દુનિયાભરમાં કોરોના વાયરસ (Coronavirus) ના મામલાની સંખ્યા 1.8 કરોડને પાર થઈ ગઈ છે. જ્યારે કે અંદાજે 6,88,000 લોકો આ બીમારીથી જીવ ગુમાવી ચૂક્યા છે. તો ભારતમાં પણ આ વાયરસનો પ્રકોપ ચાલુ છે. દેશભરમાં અત્યાર સુધી 18 લાખથી વધુ કેસ સામે આવ્યા છે. જેમાંથી 11 લાખની ઉપર આ બીમારીથી રિકવર થઈ ચૂક્યા છે. તેમજ ભારતમાં 38 હજાર લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યો છે. આ વાયરસે મનોરંજન જગતને પણ પોતાની ઝપેટમાં લીધો છે.

હવે આ એક્ટ્રેસનો કોરોના નીકળ્યો, પોતાના નજીકના લોકોને ટેસ્ટ કરવાની આપી સલાહ

ઝી મીડિયા/બ્યૂરો :દુનિયાભરમાં કોરોના વાયરસ (Coronavirus) ના મામલાની સંખ્યા 1.8 કરોડને પાર થઈ ગઈ છે. જ્યારે કે અંદાજે 6,88,000 લોકો આ બીમારીથી જીવ ગુમાવી ચૂક્યા છે. તો ભારતમાં પણ આ વાયરસનો પ્રકોપ ચાલુ છે. દેશભરમાં અત્યાર સુધી 18 લાખથી વધુ કેસ સામે આવ્યા છે. જેમાંથી 11 લાખની ઉપર આ બીમારીથી રિકવર થઈ ચૂક્યા છે. તેમજ ભારતમાં 38 હજાર લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યો છે. આ વાયરસે મનોરંજન જગતને પણ પોતાની ઝપેટમાં લીધો છે.

fallbacks

સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ થતા અમદાવાદનો સૌથી મોટો મોલ બંધ કરાવાયો

મનોરંજન જગતથી રોજેરોજ કોઈને કોઈ કલાકાર કોરોના વાયરસનો શિકાર થઈ રહ્યાં છે. હવે ખબર મળ્યા છે કે, ટીવી એક્ટ્રેસ રુચા ભદ્રા (Richa Bhadra) કોરોના પોઝિટિવ દર્દી બની છે. તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ પોસ્ટના માધ્યમથી આ માહિતી લોકોને આપી છે. તેણે રવિવારે ઈન્સ્ટાગ્રામ પોસ્ટ કરીને કહ્યું કે, તેનો COVID-19 નો ટેસ્ટ રિપોર્ટ આવ્યો છે, અને બીએમસીએ તેને પોઝિટિવ હોવાની માહિતી આપી છે. 

તેણે આગળ જણાવ્યું કે, તેમનામાં કોરોનાના હળવા લક્ષણ છે. ઋચાએ એ તમામ લોકોને કોરોના ટેસ્ટિંગ કરવાની સલાહ આપી છે, જેઓ છેલ્લા કેટલાક દિવસોમાં રુચાના સંપર્કમાં આવ્યા છે. તેઓ એ લોકો માટે દુઆ પણ મોકલી છે. ઋચા ભદ્રા ટીવી સીરિયલ ખીચડીમાં ચક્કીના પાત્રમાં ઘરઘરમાં પોતાની ઓળખ બનાવી ચૂકી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More