Home> Entertainment
Advertisement
Prev
Next

નશામાં ધૂત અભિનેત્રીએ 7 ગાડીઓને મારી ટક્કર, પોલીસ સાથે પણ કરી ગેરવર્તણૂંક

મુંબઈમાં સાંતાક્રુઝ વિસ્તારમાં નશામાં ધૂત થઈને એક ટેલિવિઝન અભિનેત્રીએ પોલીસ સાથે ગેરવર્તણૂંક કરી હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.

નશામાં ધૂત અભિનેત્રીએ 7 ગાડીઓને મારી ટક્કર, પોલીસ સાથે પણ કરી ગેરવર્તણૂંક

નવી દિલ્હી: મુંબઈમાં સાંતાક્રુઝ વિસ્તારમાં નશામાં ધૂત થઈને એક ટેલિવિઝન અભિનેત્રીએ પોલીસ સાથે ગેરવર્તણૂંક કરી હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. નશામાં હોશ ખોઈ બેઠેલી અભિનેત્રીએ પૂરપાટ ઝડપે કાર દોડાવીને ઓછામાં ઓછા સાત વાહનોને ટક્કર મારીને નુકસાન પહોંચાડ્યું. પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે અકસ્માત સોમવારે વહેલી સવારે થયો હતો. નશામાં ધૂત 30 વર્ષની આ અભિનેત્રી રૂહી સિંહે પોતાની કારથી અન્ય કારોને ટક્કર મારી હતી.

fallbacks

કોઈ જાનહાનિ થઈ નથી
તેમણે જણાવ્યું કે અકસ્માતમાં ચાર દ્વિચક્કી વાહનો અને ત્રણ કારોને નુકસાન થયું છે. પરંતુ કોઈ જાનહાનિ થઈ નથી. અકસ્માતનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. જેમાં સિંહ કારની આસપાસ ભેગા થયેલા લોકો સાથે વિવાદમાં ઉતરી છે. તે પોલીસ ઉપર ઉત્પીડનનો આરોપ લગાવતી પણ જોવા મળી છે. અધિકારીએ જણાવ્યું કે આરોપી વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે અને તપાસ ચાલુ છે. 

fallbacks

પોલીસ સાથે ગેરવર્તણૂંક
આ દરમિયાન રૂહી સિંહે પોલીસ સાથે પણ ગેરવર્તણૂંક કરી. સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહેલા વીડિયોમાં રૂહી પોલીસ ઓફિસરના બેચને પોતાના હાથમાં લઈને કહી રહી છે કે બનાવો વીડિયો..મારા હાથમાં બેચ છે. (ઈનપુટ ભાષા)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More