Home> Entertainment
Advertisement
Prev
Next

પેરાલીસીસ સ્ટ્રોકનો શિકાર થઈ Shikha Malhotra, થોડા દિવસ પહેલા થયો હતો કોરોના

અભિનેત્રી શિખા મલ્હોત્રા (Shikha Malhotra)ને સ્ટ્રોક આવ્યા બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. તેના શરીરનો જમણો ભાગ આ સ્ટ્રોખથી ખુબજ પ્રભાવિત થયો છે. જેના કારણે તેને જુહૂની કૂપર હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી છે

પેરાલીસીસ સ્ટ્રોકનો શિકાર થઈ Shikha Malhotra, થોડા દિવસ પહેલા થયો હતો કોરોના

નવી દિલ્હી: અભિનેત્રી શિખા મલ્હોત્રા (Shikha Malhotra)ને સ્ટ્રોક આવ્યા બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. તેના શરીરનો જમણો ભાગ આ સ્ટ્રોખથી ખુબજ પ્રભાવિત થયો છે. જેના કારણે તેને જુહૂની કૂપર હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી છે. આ કોવિડ-19થી અભિનેત્રીના બહાર આવ્યાના માત્ર એક મહિના બાદ થયું છે.

fallbacks

આ પણ વાંચો:- ડાન્સર અને કોરિયોગ્રાફર Remo Dsouzaને આવ્યો હાર્ટ એટેક, હોસ્પિટલમાં દાખલ

શિખા મલ્હોત્રાને આવ્યો ગંભિર સ્ટ્રોક
શિખા મલ્હોત્રા (Shikha Malhotra)ના સ્વાસ્થ્ય વિશે જાણકારી આપતા શિખાના પીઆર મેનેજર અશ્વિની શુક્લાએ જણાવ્યું કે, તેને ગંભીર સ્ટ્રોક આવ્યો છે. તેના શરીરનો જમણો ભાગ ખુબજ પ્રભાવિત થયો છે. તેને વિલે પાર્લેની કૂપર હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી છે.

થોડા સમય પહેલા થઈ હતી કોરોના સંક્રમિત
તેના મેનેજરે વધુમાં જણાવ્યું કે, શિખા મલ્હોત્રા (Shikha Malhotra paralysis stroke)ને 10 ડિસેમ્બરની રાતે પેરાલીસીસ સ્ટ્રોક આવ્યો, ત્યારબાદ તેને ટ્રિટમેન્ટ માટે હોસ્પિટલ લઇ જવામાં આવી હતી. તે વાત કરી શકતી ન હતી. શિખા પાસે નર્સિંગની ડિગ્રી હોવાના કારણે તેને લોકડાઉન દરમિયાન કોવિડ-19ના દર્દીઓને તેની ઇચ્છાથી સેવા કરી અને તે દરમિયાન ઓક્ટોબર મહિનામાં તે પોતે પણ વાયરસનો શિકાર થઈ હતી.

આ પણ વાંચો:- ખેડૂતોના સમર્થનમાં ઉતર્યા Dharmendra, સરકારને કરી અપીલ

13 વર્ષની ઉંમરમાં આવ્યો હતો પેરાલીસીસ સ્ટ્રોક
તમને જણાવી દઇએ કે, શિખા મલ્હોત્રા 13 વર્ષની ઉંમરમાં પેરાલીસીસના કારણે અઢીથી ત્રણ વર્ષ સુધી પથારીવશ રહી હતી. ZEE News સાથે વાતચિત દરમિયાન શિખાએ કહ્યું હતું, મેં nursingની બેચલર ડિગ્રી મેળવી છે. 4:30 - 5 વર્ષ સફેદરગંજ હોસ્પિટલમાં કામ કર્યું છે કેમ કે, અભ્યાસ અને હોસ્પિટલમાં કામ સાથે સાથે કરવું પડતું હતું. મેં બીએસસી ઇન નર્સિંગ કર્યું છે પરંતુ તેની સાથે સાથે બાળપણથી જ આર્ટ અને કલ્ચરમાં ઘણો વધારે ઇન્ટરેસ્ટ હતો. કવિતાઓ લખવી, સ્ટેજ શો કરવો, ડાન્સ કરવો, ગીત ગાવુ, આ તમામ વસ્તુઓમાં મને ઇન્ટરેસ્ટ રહ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More