Home> Entertainment
Advertisement
Prev
Next

મલાઇકા અને અર્જુન ક્યારે કરશે લગ્ન ? આખરે આવી ગયું મોટું નિવેદન

મલાઈકા અરોરા અને અર્જુન કપૂર ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સૌથી ચર્ચિત કપલમાંથી એક છે. બંને સોશિયલ મીડિયાથી લઈને પાર્ટીઓમાં છવાયેલા રહે છે

મલાઇકા અને અર્જુન ક્યારે કરશે લગ્ન ? આખરે આવી ગયું મોટું નિવેદન

મુંબઈ : મલાઈકા અરોરા અને અર્જુન કપૂર ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સૌથી ચર્ચાસ્પદ કપલમાંથી એક છે. બંને સોશિયલ મીડિયાથી લઈને પાર્ટીઓમાં છવાયેલા રહે છે. હાલમાં તેઓ ટૂંક સમયમાં જ લગ્નના બંધનમાં બંધાશે તેવી સમાચાર સામે આવ્યા હતા. જો કે મલાઈકાએ ઈન્ટરવ્યૂ દરમિયાન આ વાતોનું ખંડન કર્યું છે.

fallbacks

એક એન્ટરટેનમેન્ટ ચેનલ સાથે વાતચીત કરતાં મલાઈકાએ કહ્યું કે, ખુશી તમારી મગજની મનોદશા પર આધારિત હોય છે. હા, હું ખુશ છું. મલાઈકાએ કહ્યું કે અમે પહેલા પણ કહી ચૂક્યા છીએ કે લગ્નનો અમારો કોઈ પ્લાન નથી. જો કે અર્જુન કપૂરના બર્થ ડે પર મલાઈકાએ બંનેની રિલેશનશિપને ઓફિશિયલ કરી હતી અને લાંબા સમયથી ચાલી રહેલી અફવાઓ પર ફુલસ્ટોપ લગાવ્યું હતું. હાલમાં એક વેબસાઈટને આપેલા ઈન્ટરવ્યૂમાં અર્જુને કહ્યું હતું કે હું પ્રોફેશનલ અને પર્સનલ એમ બંને ફ્રંટથી ખુશ છું. હું હંમેશાથી ઘણા ખુલ્લા વિચારોવાળો છું. મારો વિશ્વાસ કરો હું ક્યારે તમને આઘાત નહીં આપું. જો કોઈ જણાવવા જેવી વાત હશે તો હું તમને પહેલા જણાવીશ. હું મારી ખુશીમાં તમને જરૂરથી સામેલ કરીશ.

હાલમાં સમાચાર આવ્યા હતા કે અર્જુન અને મલાઇકાના એપ્રિલમાં નક્કી કરવામાં આવેલા લગ્ન ઠેલાયા હતા કારણ કે અર્જુનના પિતા બોની કપૂર અને તેની બહેનો નથી ઇચ્છતી કે આ લગ્ન થાય. તેઓ તેમની તરફથી અર્જુનને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. પરિવારના નજીકના લોકો જણાવી રહ્યા છે કે, અર્જુનના પરિવારજનો આ લગ્ન રોકવા માટે ખૂબ જ દબાણ કરી રહ્યા છે જેના કારણે આ લગ્ન પર પ્રશ્નાર્થ ઊભો થયો છે. મળતી માહિતી પ્રમાણે અર્જુન કપૂરના પિતા બોની કપૂર તથા બહેનો આ લગ્નની વિરૂદ્ધમાં છે. તેઓ અર્જુનને આ લગ્ન ન કરવા માટે સમજાવી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે અર્જુન કપૂર 33 વર્ષનો છે જ્યારે 45 વર્ષીય મલાઈકા ડિવોર્સી તથા 15 વર્ષના દીકરાની માતા છે. અર્જુન તથા મલાઈકાની ઉંમરમાં 12 વર્ષનો તફાવત હોવાથી કપૂર પરિવાર આ લગ્નની વિરૂદ્ધમાં છે.

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More