Home> Entertainment
Advertisement
Prev
Next

ટ્વીટર પર ચાલી રહ્યો છે ટ્રેન્ડ #ArrestSwaraBhasker, દિલ્હીમાં હિંસા ભડકાવવાનો લાગ્યો આરોપ


સ્વરાના ભાષણનો એક વીડિયો હવે ટ્વીટર પર હેશટેગ, 'અરેસ્ટ સ્વરા ભાસ્કર'ની સાથે વાયરલ થી રહ્યો છે, જે સવારથી ટ્રેન્ડ કરી રહ્યો છે. ટ્વીટર પર લોકો સ્વરા પર દિલ્હીમાં હિંસા ભડકાવવાનો આરોપ લગાવી રહ્યાં છે
 

ટ્વીટર પર ચાલી રહ્યો છે ટ્રેન્ડ #ArrestSwaraBhasker, દિલ્હીમાં હિંસા ભડકાવવાનો લાગ્યો આરોપ

નવી દિલ્હીઃ ફિલ્મ અભિનેત્રી સ્વરા ભાસ્કરને ધરપકડ કરવાની માગ સોશિયલ મીડિયા પર પૂરજોશમાં થઈ રહી છે. તેના કારણે દિલ્હી પોલીસ પર દબાવ પણ બની રહ્યો છે. સ્વરા ભાસ્કરની ધરપકડની માગને લઈને #ArrestSwaraBhasker ટ્રેન્ડ થઈ રહ્યો છે. સ્વરા ભાસ્કરે એક સપ્તાહથી સીએએના વિરોધ પ્રદર્શનોમાં ભાગ લેવાને કારણે ચર્ચામાં પણ રહી છે અને તેના હાલના ભાષણને દિલ્હીમાં થયેલી હિંસા માટે સોશિયલ મીડિયા જવાબદાર માની રહ્યું છે. 

fallbacks

સ્વરાના ભાષણનો એક વીડિયો હવે ટ્વીટર પર હેશટેગ, 'અરેસ્ટ સ્વરા ભાસ્કર'ની સાથે વાયરલ થી રહ્યો છે, જે સવારથી ટ્રેન્ડ કરી રહ્યો છે. ટ્વીટર પર લોકો સ્વરા પર દિલ્હીમાં હિંસા ભડકાવવાનો આરોપ લગાવી રહ્યાં છે અને અધિકારીઓને કાર્યવાહી કરવા અને તેની ધરપકડ કરવાની માગ કરવામાં આવી રહી છે. 

ઘણા લોકોએ ભાષણ અને અભિવ્યક્તિની સ્વતંત્રતાના અધિકાર પર પણ પ્રશ્નચિન્હ લગાવ્યા છે કે જાણીતી હસ્તિઓએ તેનો દુરૂપયોગ કરી હિંસક ભાષણ આપ્યા છે. 

સ્વરાએ પોતાના ચાર મિનિટના ભાષણમાં સુપ્રીમ કોર્ટના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા છે અને પૂછ્યું કે મુસલમાનોને કેમ નિશાન બનાવવામાં આવે છે? તેણે કહ્યું કે, આપણે આપણી ચિંતાઓ વ્યક્ત કરવા અને વિરોધ કરવા માટે ઉગ્ર થવાની આવશ્યક્તા છે. સ્વરાએ દાવો કર્યો કે લડાઈ ઘર સુધી આવી ગઈ છે અને આપણે વિરોધ કરવો પડશે. 

સ્વરા આગળ કહે છે, 'મને લાગે છે કે જ્યારે આપણે વિરોધ વિશે વાત કરીએ તો મને લાગે છે કે આપણે દરેક પગલા પર વિરોધ કરવાની રીત શોધવી પડશે. હું બધાને વિનંતી કરીશ અને મને વિશ્વાસ ચે કે તમે બધા તેનાથી સહમત છો પરંતુ તેમ છતાં હું ફરી કહું છે કે આપણે કૃણાલ કામરાના એક્ટને પ્રતિરોધ તરીકે જોવો જોઈએ. આ એક વિરોધ પ્રદર્શન હતું.' સ્વરા હંમેશા વિવાદિત નિવેદનો આપવાને કારણે ચર્ચામાં રહે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More