Home> Entertainment
Advertisement
Prev
Next

Kangana VS Twitter: કંગના પર ટ્વિટરની મોટી કાર્યવાહી, ડિલીટ કર્યા ઘણા 'વિવાદાસ્પદ' ટ્વીટ્સ

કંગના રનૌતે હાલમાં કિસાન આંદોલન પર ઘણા ટ્વીટ કર્યા છે. હવે કંગનાના ટ્વીટ્સને ટ્વિટરે ડિલીટ કરી દીધા છે. ટ્વિટરે કહ્યું કે, કંગનાના ટ્વીટ્સ તેની કોમ્યુનિટી ગાઇડલાઇન્સ અને નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યાં હતા.   

Kangana VS Twitter: કંગના પર ટ્વિટરની મોટી કાર્યવાહી,  ડિલીટ કર્યા ઘણા 'વિવાદાસ્પદ' ટ્વીટ્સ

નવી દિલ્હીઃ બોલીવુડ અભિનેત્રી કંગના રનૌત (Kangna Ranaut) સતત સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. હાલમાં રિહાનાના કિસાન આંદોલન (Kisan Andolan) ના સમર્થનમાં ટ્વીટ કર્યા બાદ કંગના રનૌત સતત કિસાન આંદોલનને સપોર્ટ કરનાર વિરુદ્ધ ટ્વીટ કરીને ચર્ચામાં છે. પરંતુ હવે કંગના રનૌતના કેટલાક ટ્વીટ્સને હટાવી દેવામાં આવ્યા છે. ટ્વિટરે કહ્યું કે, કંગનાએ આ ટ્વીટ્સમાં તેણે બનાવેલા નિયમોનું ઉલ્લંઘન થયું છે, તેથી તેને હટાવી દેવામાં આવ્યા છે. 

fallbacks

કંગના રનૌતના (Kangna Ranaut) ટ્વીટ ડિલીટ કરવા પર ટ્વિટરના પ્રવક્તાએ કહ્યું, 'અમે તે ટ્વીટ્સ પર પગલા લીધા છે જે ટ્વિટરના નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યાં હતા.' હવે કંગનાના આ વિવાદિત ટ્વીટ તેના હેન્ડલ પર દેખાતા નથી. તેમાં એક કંગનાનું રોહિત શર્મા અને અન્ય ક્રિકેટરો વિશે તે વિવાદીત ટ્વીટ પણ હતું જેમાં તેણે ક્રિકેટરોની તુલના 'ધોબીના કુતરા' સાથે કરી હતી. 

fallbacks

મહત્વનું છે કે કંગનાની ટીમ જે એકાઉન્ટને પહેલાથી સંભાળતી હતી તે એકાઉન્ટને ઓગસ્ટથી કંગના ખુદ સંભાળી રહી છે. સુશાંત સિંહ રાજપૂતના મોત બાદથી પોતાના વિરોધીઓને કારણે સતત ટકાક્ષ કરવાને કારણે કંગના હંમેશા ચર્ચામાં રહે છે. હાલના દિવસોમાં કંગના સતત કિસાન આંદોલનના વિરોધમાં ટ્વીટ કરી રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More