Home> Entertainment
Advertisement
Prev
Next

Happy Birthday Prabhas: જાણો 'બાહુબલી' સ્ટારની ખાસમખાસ 5 વાતો

સાઉથ સ્ટાર પ્રભાસને 'બાહુબલી' ફિલ્મના કારણે આખા દેશમાં ભારે લોકપ્રિયતા મળી છે

Happy Birthday Prabhas: જાણો 'બાહુબલી' સ્ટારની ખાસમખાસ 5 વાતો

મુંબઈ : સાઉથના સુપરસ્ટાર પ્રભાસને ડિરેક્ટર એસ. રાજામૌલીના ડિરેક્શનમાં બનેલી ફિલ્મ 'બાહુબલી'થી આખા દેશમાં ભારે લોકપ્રિયતા મળી હતી. 2017માં આવેલી આવેલી આ ફિલ્મની સિક્વલ પછી હવે તેના ચાહકો પ્રભાસની આગામી ફિલ્મ 'સાહો'ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. 

fallbacks

કપિલ શર્માની લગ્નની તારીખ જાહેર, સમય અને સ્થળ જાણવા માટે કરો ક્લિક

આજે પ્રભાસનો 39મો જન્મદિવસ છે ત્યારે તેના જીવનની પાંચ અજાણી રસપ્રદ જાણવાનું મહત્વનું સાબિત થશે. 

દીપિકા પાદુકોણે ભાવિ પતિ રણવીર સિંહ માટે જાહેરમાં કહી દીધી મોટી વાત

1. પ્રભાસની પહેલી ફિલ્મ 2002માં આવી હતી. આ સાઉથ ઇન્ડિયન ફિલ્મનું નામ હતું ઇશ્વર.
2. પ્રભાસ 'બાહુબલી' પહેલાં પણ હિન્દી ફિલ્મમાં જોવા મળ્યો છે. પ્રભાસ 'બાહુબલી' પહેલાં અજય દેવગનની ફિલ્મ 'એક્શન જેક્સન'માં જોવા મળ્યો હતો. તે આ ફિલ્મના એક ગીતમાં સોનાક્ષી સિંહા સાથે ડાન્સ કરતો જોવા મળ્યો હતો. 
3. પ્રભાસ એવો પહેલો સાઉથ ઇન્ડિયન એક્ટર છે જેનું વેક્સ સ્ટેચ્યુ મેડમ તુસાદના મ્યુઝિયમમાં લગાવવામાં આવ્યું છે.
4.  પ્રભાસે 'બાહુબલી' પહેલાં પણ ફિલ્મના ડિરેક્ટર એસ.એસ. રાજામૌલી સાથે કામ કર્યું છે. આ ફિલ્મ 2005માં બની હતી અને ફિલ્મનું નામ હતું 'છત્રપતિ'. આ ફિલ્મમાં સાથે કામ કર્યા પછી એસ.એસ. રાજામૌલીએ 'બાહુબલી'માં પ્રભાસને સાઇન કરવાનું નક્કી કર્યું હતું. 
5. પ્રભાસને ફિલ્મ 'મિર્ચી' માટે સ્ટેટ અવોર્ડ અને નંદી અવોર્ડ મળી ચૂક્યો છે. આ બંને અવોર્ડ સાઉથ ઇન્ડિયાના બહુ ખ્યાતનામ અવોર્ડ છે. 

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More