ઝી મીડિયા/બ્યૂરો :બોલિવુડની દુનિયામાં પ્રેમ અને મિત્રતા હંમેશા થતા રહે છે, અને તેના કિસ્સા યાદગાર બનતા રહે છે. આ માયાનગરમાં આ સંબંધો ખાસ હોય છે. જેમ કે, એકતા કપૂર (Ekta Kapoor) અને કરણ જૌહર (Karan Johar) ની વચ્ચે સંબંધ હતો. આ બંને હસ્તીઓએ પોતાના ફિલ્ડમાં ઘણી સફળતા મેળવી છે. એકતા અને કરણની મિત્રતાથી આખો દેશ વાકેફ છે. આ બંને વચ્ચે સોશિયલ મીડિયા પર પણ અનેકવાર બોન્ડિંગ જોવા મળ્યું છે. આવામાં કહેવાય છે કે, મિત્રતામાં કોઈને કોઈ તો સમાનતા હોય જ છે. કેટલીક બાબતો કોમન હોય છે. આવુ એકતા અને કરણના કેસમાં પણ જોવા મળ્યું. સેરોગસી પેરેન્ટ્સ, બોલિવુડના અનેક કિસ્સાઓ તેમની સાથે કનેક્ટેડ છે.
આ સ્ટાર્સે ફિલ્મોમાં એક-બે નહિ, પણ બધા જ કપડા ઉતાર્યા હતા... એક સમયે શાહરૂખ ખાન પણ થયા હતા ‘નગ્ન’
આ વચ્ચે એવા પણ ખબર આવ્યા હતા કે, જેણે સૌના હોશ ઉડાવી દીધા હતા. એક સમય હતો જ્યારે એકતા કપૂર અને કરણ જૌહરના લગ્નના સમાચાર ચર્ચામાં રહ્યા હતા. તેમના સંબંધો પણ મીડિયામાં લઈને ચર્ચામાં રહ્યા હતા. આ બધુ એટલા માટે થયું હતું કે, કરણ જૌહરે એક ઈન્ટરવ્યૂમાં એકવાર કહ્યું હતું કે, જો મને કે એકતાને યોગ્ય પાર્ટનર નહિ મળે તો અમે એકબીજા સાથે લગ્ન કરી લઈશું.
આ ખુલાસા બાદ કરણે એમ પણ જણાવ્યું હતું કે, આવુ કરવાથી સૌથી વધુ ખુશ મારી માતા થશે. માતાની ખુશી વ્યક્ત કરતા કરણ જૌહરે જણાવ્યું કે, એકતાના વહુ બન્યા બાદ મારી મમ્મીને સીરિયલના આગળના એપિસોડ વિશે ખબર પડી જશે અને તે બહુ જ ખુશ થઈ જશે.
અમદાવાદ શટડાઉનમાં પેટ્રોલ પંપ ખુલ્લા રહેશે કે નહિ? તમારા સવાલનો આ રહ્યો જવાબ...
ઉલ્લેખનીય છે કે, એકતા અને કરણ હંમેશા એકબીજાના પોસ્ટ પર કોમેન્ટ્સ કરતા જોવા મળે છે. હાલમાં જ કરણે પોતાની એક તસવીર શેર કરીને લખ્યું હતું હતું કે, પિતાનું પાત્ર ભજવવા માટે હું તૈયાર છું. આ પોસ્ટ પર કોમેન્ટ કરતા એક્તાએ તેના સુપરહીટ શો ‘કસૌટી જિંદગી કી....’ માં કરણને મિસ્ટર બજાજનો રોલ ઓફર કર્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે