Home> Entertainment
Advertisement
Prev
Next

હું કંઇ રમકડું હતી જેને રમ્યા પછી ફેંકી દીધું? શત્રુધ્ન સિન્હાને આવા પ્રશ્નો કરવા લાગી હતી રીના રોય, કર્યો હતો આ ખુલાસો

અમિતાભ-રેખાની માફક શત્રુધ્ન સિન્હા અને રીના રોયના અફેરના સમાચાર મોટાભાગે ચર્ચામાં રહેતા હતા. કહેવામાં આવે છે કે શત્રુધ્ન સિન્હા (Shatrughan Sinha) ના લગ્ન બાદ પણ રીના રોય સાથે અફેર ચાલતું રહ્યું હતું.

હું કંઇ રમકડું હતી જેને રમ્યા પછી ફેંકી દીધું? શત્રુધ્ન સિન્હાને આવા પ્રશ્નો કરવા લાગી હતી રીના રોય, કર્યો હતો આ ખુલાસો

મુંબઇ: બોલીવુડ (Bollywood) ના જાણિતા એક્ટર રીના રોય (Reena Roy) અને શત્રુધ્ન સિન્હા (Shatrughan Sinha) ની જોડી જાણિતી જોડીઓમાંથી એક હતી. બંનેએ સાથે ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું. સાથે જ તેમની કેમિસ્ટ્રી પણ દર્શકોને ખૂબ ગમતી હતી. અમિતાભ-રેખાની માફક શત્રુધ્ન સિન્હા અને રીના રોયના અફેરના સમાચાર મોટાભાગે ચર્ચામાં રહેતા હતા. કહેવામાં આવે છે કે શત્રુધ્ન સિન્હા (Shatrughan Sinha) ના લગ્ન બાદ પણ રીના રોય સાથે અફેર ચાલતું રહ્યું હતું. લગ્ન બાદ રીના રોય (Reena Roy) એક્ટરને એમ કહેવા લાગી કે શું હું કોઇ રમકડું છું?

fallbacks

રીના રોય સાથે જોડાયેલી આ વાતનો ખુલાસો શત્રુધ્ન સિન્હા (Shatrughan Sinha) એ પોતાની ઓટોબાયોગ્રાફી 'એનિથિંગ બટ ખામોશ' માં કર્યો હતો. શત્રુધ્ન સિન્હાએ આ વિશે જણાવ્યું હતું કે 'જ્યારે પણ તેની સાથે (રીના) સાથે ક્યાંય બહાર જતો, તો મારે એક જ પ્રશ્નનો સામનો કરવો પડતો હતો, તમે તમારું ઘર વસાવી લીધું. તો હું શું હું એક રમકડું હતી, જેની સાથે રમીને ફેંકી દીધી'?

14 વર્ષની ઉંમરમાં કર્યું હતું ડેબ્યૂ , પ્રેગ્નેંસી બરબાદ કરી નાખ્યું કેરિયર, છૂટાછેડા બાદ આ કામ કરી રહી છે રીના રોય

શત્રુધ્ન સિન્હા (Shatrughan Sinha) એ આ વાતનો ઉલ્લેખ કરતાં આગળ જણાવ્યું કે 'આ મારા માટે એક સહજ સ્થિતિ નથી. મારે લોકોને જણાવવું હતું કે એક્સટ્રામેરિયલ અફેર હંમેશા માટે એક સ્થિતિમાં લઇ જશે, જ્યાં તમને ફક્ત પસ્તાવો થશે. જ્યારે તમે ઘરે પહોંચશો તો તમે બીજી મહિલાને દગો આપવા માટે પસ્તાશો.'

શત્રુધ્ન સિન્હા (Shatrughan Sinha) એ બાયોગ્રાફીમાં આગળ લખ્યું '' પરંતુ જ્યારે તે મહિલાની સાથે હશો તો તમે તમારી પત્ની માટે પોતાને દોષી ગણશો. કડવાચોથ અને તીજ પર તો તમને સમજાશે જ નહી કે કોની પહેલા જવું જોઇએ. કારણ કે બંને જ તમારા માટે વ્રત કર્યું હશે. આ સ્થિતિ તમને તણાવમાં મુકી દેશે.'

Maine Pyar Kiya: 17 વર્ષની ઉંમરમાં પ્રેગ્નેંટ થઇ હતી ભાગ્યશ્રી, સલમાન ખાન સાથે તે સીન કરીને તે ખૂબ રડી હતી અભિનેત્રી

તમને જણાવી દઇએ કે પૂનમ સિન્હાને પણ શત્રુધ્ન સિન્હા (Shatrughan Sinha) અને રીના રોયના અફેરની જાણકારી હતી. પોતાના ઇન્ટરવ્યુંમાં તેમણે કહ્યું હતું કે 'સાચું તો એ છે કે રીનાને રસ્તો આપવા માટે હું જ સાઇડ થઇ ગઇ હતી, પરંતુ શત્રુધ્ન સિન્હા (Shatrughan Sinha) એવી છોકરી લગ્ન કરવા માંગતા ન હતા, જેની નિષ્ઠા પર શંકા હોય. મને એ ખબર હતી કે લગ્ન પછી પણ તેમનો રોમાન્સ ચાલુ હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More