Home> Entertainment
Advertisement
Prev
Next

આમિર ખાન અને 'મહાભારત' : ક્યાં ફસાયો છે પેચ? જાણવા કરો ક્લિક...

બોલિવૂડ એક્ટર આમિર ખાન બહુ જલ્દી 'ઠગ્સ ઓફ હિંદોસ્તાન'માં ફિલ્મના પડદા પર જોવા મળશે

આમિર ખાન અને 'મહાભારત' : ક્યાં ફસાયો છે પેચ? જાણવા કરો ક્લિક...

મુંબઈ : બોલિવૂડ સ્ટાર આમિર ખાન પોતાની આગામી ફિલ્મ ‘ઠગ્સ ઓફ હિન્દોસ્તાન’નું શૂટિંગ આટોપી લીધું છે. હવે આ ફિલ્મની રિલીઝની તડામાર તૈયારી ચાલી રહી છે. આ ફિલ્મ બહુ મોટા બજેટમાં બનાવવામાં આવી છે. હવે આમિરના ચાહકો તેની ફિલ્મ ‘મહાભારત’ વિશેની જાહેરાતની રાહ જોઈ રહ્યા છે. 

fallbacks

મીડિયામાં આવી રહેલા સમાચાર પ્રમાણે આમિર ખાન લાંબા સમયથી ‘મહાભારત’નું અધ્યયન કરી રહ્યો છે. બોલિવૂડ લાઇફને મળેલા લેટેસ્ટ સમાચાર પ્રમાણે આમિર ખાને આખું મહાભારત વાંચી લીધું છે પણ હવે તે કન્ફ્યુઝ થઈ ગયો છે.  હાલમાં એક પ્રોડક્શન હાઉસે આમિરને આ ફિલ્મ બનાવવા માટે 1000 કરોડ રૂ. દેવાની ઓફર પણ આપી છે. 

બોલિવૂડ લાઇફને એક વ્યક્તિએ માહિતી આપી છે  કે, ‘આમિર ખાને બહુ બારીકાઇથી મહાભારતનું અધ્યયન કર્યું છે. તેને અર્જુન અને કૃષ્ણના પાત્ર બહુ પસંદ પડ્યા છે.  તેને આ બંને પાત્ર કરવા છે પણ એ શક્ય નથી. આમિર જ્યારે આ મામલે કોઈ ચોક્કસ નિર્ણય લઈ લેશે ત્યારે આ ફિલ્મની જાહેરાત કરી દેવામાં આવશે.’

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More