Home> Entertainment
Advertisement
Prev
Next

Insta પર પોસ્ટ કરાયેલી કમેન્ટે પ્રિયંકાના પ્રેમસંબંધનો કર્યો પર્દાફાશ

બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપડા છેલ્લા કેટલાક સમયથી યુએસમાં છે

Insta પર પોસ્ટ કરાયેલી કમેન્ટે પ્રિયંકાના પ્રેમસંબંધનો કર્યો પર્દાફાશ

નવી દિલ્હી : બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપડા તેમજ અમેરિકન સિંગર નિક જોનસના સંબંધોની છેલ્લા કેટલાક સમયથી ચર્ચા છે. થોડા દિવસ પહેલાં સમાચાર આવ્યા હતા કે નિક અને પ્રિયંકા રિલેશનશીપમાં છે. હવે ઇન્સ્ટાગ્રામ પર એકબીજાની તસવીર પર લાઇક્સ અને કમેન્ટ જોઈને બંનેના સંબંધોની સારી એવી સ્પષ્ટતા થઈ ગઈ છે. 

fallbacks

fallbacks

fallbacks
મિસ વર્લ્ડ રહી ચૂકેલી એક્ટ્રેસ પ્રિયંકા છેલ્લા કેટલાક સમયથી હોલિવૂડમાં છે અને ત્યાં કામ કરી રહી છે. પ્રિયંકા અને નિક બંને એકબીજાની ઇન્સ્ટાગ્રામ પોસ્ટને લાઇક કરે છે અને કમેન્ટ કરે છે. હાલમાં પ્રિયંકા અને નિકને કેલિફોર્નિયાના વેસ્ટ હોલિવૂડમાં સાથે જોવા મળ્યા હતા. બંનેએ ત્યાં ગુઆકામોલ, કેવિચે વર્ડે, ચિકન ટેકોઝ તેમજ જાપાની વાગ્યુ બીફની મોજ માણી હતી અને પ્રિયંકા પ્રેમથી નિકના વાળમાં હાથ ફેરવતી જોવા મળી હતી. 

દીપિકા-રણવીરના લગ્ન થઈ શકે છે કેન્સલ! રણબીર કપૂર છે કારણ

પ્રિયંકા ચોપરા અને નિક જોનસ છેલ્લાં કેટલાંક અઠવાડિયાંથી અનેક વખત સાથે જોવા મળ્યા છે. 2017માં મેટ ગાલામાં મળ્યા બાદ તેઓ બંને સાથે ખૂબ ટાઇમ સ્પેન્ડ કરી રહ્યા છે. પ્રિયંકા કરતાં નિક ઉંમરમાં દસ વર્ષ નાનો છે. તેઓ બંને હોલિવૂડમાં એક કોન્સર્ટ શોમાં સાથે જોવા મળ્યા હતા. એના પછી પ્રિયંકા અમેરિકામાં મેમોરિયલ ડે હોલિડે પીરિયડ દરમિયાન બોટમાં નિક અને તેના ફ્રેન્ડ્સની સાથે એન્જોય કરતી પણ જોવા મળી હતી. સિંગર નિક અને પ્રિયંકાએ ગયા વર્ષે મેટ ગાલામાં રેડ કાર્પેટ પર સાથે વોક કર્યું હતું ત્યારથી તેઓ ડેટિંગ કરી રહ્યા હોવાની અફવાઓ આવી રહી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More