Home> Entertainment
Advertisement
Prev
Next

Urfi Javed Video: પીરિયડ્સના પહેલા દિવસે ઉર્ફી જાવેદે જાહેરમાં કર્યું આવું કામ, કહ્યું- 'તમે જૂની વિચારસરણીના લોકો છો...'

Urfi Javed Periods:  તાજેતરમાં ઉર્ફીને પાપારાજીઓ દ્વારા મુંબઈ એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવી. તે દરમિયાન ઉર્ફીને પાપારાજીએ તેમના સ્વાસ્થ્યને લઈને એક સવાલ પુછ્યો હતો, જેના પર ઉર્ફીએ ઘણા બોલ્ડ અંદાજમાં જવાબ આપ્યો હતો, જેણા કારણે આ વીડિયો ચર્ચાનો વિષય બન્યો છે.

Urfi Javed Video: પીરિયડ્સના પહેલા દિવસે ઉર્ફી જાવેદે જાહેરમાં કર્યું આવું કામ, કહ્યું- 'તમે જૂની વિચારસરણીના લોકો છો...'

Urfi Javed Periods First Day: ટીવી અભિનેત્રી ઉર્ફી જાવેદ એ જ્યારથી બિગ બોસની દુનિયામાં પગ મૂક્યો છે, ત્યારથી તેમના સિતારા બુલંદ છે. ઉર્ફી હંમેશા પોતાના ડ્રેસ સેન્સ અને બોલ્ડનેસને લઈને હંમેશાં ચર્ચામાં રહે છે. અભિનેત્રીની ફેન ફોલોઅર્સ દિવસને દિવસે વધતા જઈ રહ્યા છે. ત્યારે એકવાર ફરી ઉર્વીએ પોતાનો કાતિલ અંદાજ સોશિયલ મીડિયામાં શેર કર્યો છે, જેના કારણે ઈન્ટરનેટ પર આગ લાગી ગઈ છે. ઉર્ફી જાવેદ જ્યારે પણ પબ્લિક પ્લેસમાં જાય છે, ત્યારે પાપારાજી સાથે વાત કરતી નજરે પડતી હોય છે, તે દરમિયાન ઉર્ફી તેમની સાથે એવી અંદરની વાત જણાવે છે કે જે ખુબ વિવાદોમાં આવી જાય છે અથવા તો તેના વીડિયો વાયરલ થઈ જાય છે. તાજેતરમાં પણ ઉર્ફીનો આવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં જોરદાર વાયરલ થઈ રહ્યો છે.

fallbacks

ઉર્ફીની તબિયત ખરાબ
તાજેતરમાં ઉર્ફીને પાપારાજીઓ દ્વારા મુંબઈ એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવી. તે દરમિયાન ઉર્ફીને પાપારાજીએ તેમના સ્વાસ્થ્યને લઈને એક સવાલ પુછ્યો હતો, જેના પર ઉર્ફીએ ઘણા બોલ્ડ અંદાજમાં જવાબ આપ્યો હતો, જેણા કારણે આ વીડિયો ચર્ચાનો વિષય બન્યો છે. ઉર્ફીએ પાપારાજીને પીરિયડ્સનો પહેલો દિવસ છે, જેણા કારણે તેમની તબિયત ખરાબ હોવાનું જણાવ્યું છે.

KK Death: 'રાંડ્યા પછી ડાહપણ' શું કામનું? કેકેના નિધન બાદ મશહૂર સિંગરે જણાવી અંદરની વાત! શો જ કરવા નહોતો માંગતો કેકે, પરંતુ...

લોકોને ટચ કરીને બોલી- જૂની વિચારધારા
એટલું જ નહીં, ઉર્ફી પીરિયડ્સ સાથે જોડાયેલા ટેબૂઝ પર પ્રતિક્રિયા આપતી પણ જોવા મળી. સામે આવેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે ઉર્ફી કોઈને સ્પર્શે છે અને 'લો છુ લિયા' કહે છે. એટલું જ નહીં, ઉર્ફી પછી એવી વિચારસરણીવાળા લોકોને ઘણી જૂનવાણીની વાત કરે છે. અભિનેત્રીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને તમામ ચાહકોને તેની અદભૂત સ્ટાઈલ ખૂબ જ પસંદ આવી રહી છે.

ઉર્ફીનો લુક
શુક્રવારે ઉર્ફી જાવેદ એરપોર્ટ પર સ્પોટ થઈ, જ્યાં સફેદ સૂટ પર એમ્બ્રોઇડરી કરેલ વાદળી દુપટ્ટા પહેરીને હોટ દેખાતી હતી. જોકે ઉર્ફી ખૂબ જ ગ્લેમરસ અને સ્ટાઇલિશ છે પરંતુ જ્યારે પણ તે ટ્રેડિશનલ લુકમાં જોવા મળે છે ત્યારે તે ખૂબ જ સુંદર દેખાય છે અને આ વખતે પણ એવું જ થયું અને તેણે ભારતીય પોશાકમાં બધાનું દિલ જીતી લીધું.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Uorfi (@urf7i)

તમને જણાવી દઈએ કે, ઉર્ફી જાવેદ આજે જે જગ્યાએ પહોંચી છે, ત્યાં પહોંચવા માટે ઘણો લાંબો સંઘર્ષ કર્યો છે. ઉર્ફી 17 વર્ષની હતી ત્યારે તેણે પોતાનું ઘર છોડી દીધું હતું. ત્યારબાદ તેણે બાળકોને ટ્યુશનથી લઈને કોલ સેન્ટર સુધી કામ કર્યું અને પછી તે મુંબઈ આવી ગઈ. પછી પણ તેમના વાસ્તવિક સંઘર્ષ શરૂ થયો. તેને સિરિયલો મળી પરંતુ ઉર્ફી તેમાં બહુ નાના રોલમાં જોવા મળી. પછી, બિગ બોસ ઓટીટી દ્વારા તેનું નસીબ ખુલ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More