Home> Entertainment
Advertisement
Prev
Next

Video: ઉર્ફી જરાય ન સુધરી...હોળીની શુભેચ્છા એવા કપડાં પહેરીને આપી કે લોકો ભડક્યા, ન દેખાડવાનું દેખાઈ ગયું

ઉર્ફી જાવેદ પોતાની ફેશન સેન્સના કારણે હંમેશા ચર્ચામાં રહે છે. હોળી ઉપર પણ તેણે એવો ડ્રેસ પહેર્યો કે ઈન્ટરનેટ પર જાણે હંગામો મચી ગયો. ઉર્ફીએ હોળી નિમિત્તે પોતાનો એક વીડિયો શેર કર્યો છે જેમાં તેના લૂકને જોઈને ફેન્સમાં ખળભળાટ મચી ગયો છે. 

Video: ઉર્ફી જરાય ન સુધરી...હોળીની શુભેચ્છા એવા કપડાં પહેરીને આપી કે લોકો ભડક્યા, ન દેખાડવાનું દેખાઈ ગયું

નવી દિલ્હી: ઉર્ફી જાવેદ પોતાની ફેશન સેન્સના કારણે હંમેશા ચર્ચામાં રહે છે. હોળી ઉપર પણ તેણે એવો ડ્રેસ પહેર્યો કે ઈન્ટરનેટ પર જાણે હંગામો મચી ગયો. ઉર્ફીએ હોળી નિમિત્તે પોતાનો એક વીડિયો શેર કર્યો છે જેમાં તેના લૂકને જોઈને ફેન્સમાં ખળભળાટ મચી ગયો છે. 

fallbacks

ડ્રેસમાં લાગેલો કટ જોઈ ફેન્સ ચોંક્યા
વીડિયોમાં ઉર્ફી વ્હાઈટ કલરના બેકલેસ કૂર્તામાં જોવા મળી રહી છે. તેના હાથમાં ગુલાલ છે. જેવી તે કેમેરા તરફ વળી કે તેના કૂર્તાના ફ્રન્ટમાં એક મોટો કટ જોવા મળી રહ્યો છે. આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર શેર કર કરતા ઉર્ફીએ તમામને હોળીની શુભેચ્છાઓ પાઠવી પરંતુ લોકોની નજર તો તેના ડ્રેસ ઉપર જ ટકી ગઈ. 

કપડાને લઈને લોકોએ કરી ટ્રોલ
અનેક લોકોને ઉર્ફીનો ડ્રેસ પસંદ આવ્યો પરંતુ કેટલાકે તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધુ. એક યૂઝરે લખ્યું કે પહેલા તો લાગ્યું કે સુધરી ગઈ પણ પછી જોયુ અચ્છા સામે છે. બીજા યૂઝરે  કમેન્ટ કરી કે હદ છે યાર, અન્ય એક યૂઝરે લખ્યું કે બકવાસ. જો કે આમ જોઈએ તો કેટલાક લોકોને ઉર્ફીનો આ વીડિયો ખુબ પસંદ પડી રહ્યો છે અને તેમણે કમેન્ટ સેક્શનમાં તેના વખાણ પણ કર્યા અને હોળીની શુભકામનાઓ પણ આપી છે. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Urrfii (@urf7i)

ટોપલેસ થઈને ફોટો પડાવ્યો
આ પહેલા ઉર્ફીએ કેમેરા સામે બોલ્ડનેસની તમામ હદો પાર કરી હતી. તેણે પોતાની એક તસવીર શેર કરી જેમાં તે ટોપલેસ જોવા મળી હતી. ફોટામાં જોઈ શકાતું હતું કે ઉર્ફીએ ફક્ત જીન્સ પહેર્યું હતું અને તે બેડ પર સૂઈ રહી હતી. ઉર્ફીનો આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થયો હતો. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Urrfii (@urf7i)

આ શો દ્વારા મળી લોકપ્રિયતા
ઉર્ફી જાવેદ પહેલીવાર 2016માં ટીવી શો 'બડે ભૈયા કી દુલ્હનિયા'માં જોવા મળી હતી. ત્યારબાદ 'મેરી દુર્ગા', 'બેપનાહ', અને 'પંચબીટ સીઝન 2'માં જોવા મળી. 'કસૌટી જિંદગી કી' અને 'યે રિશ્તા ક્યાં કહેલાતા હૈ'માં પણ કામ કરી ચૂકી છે. જો કે સૌથી વધુ લોકપ્રિયતા ઉર્ફીને 'બિગ બોસ ઓટીટી' દ્વારા મળી. આ શો બાદ તેની ફેન ફોલોઈંગમાં જબરદસ્ત વધારો થયો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More