નવી દિલ્હી : લોકસભા ચૂંટણી નજીક છે. ફિલ્મો કલાકારોની પણ સતત રાજકીય પાર્ટીઓમાં એન્ટ્રી ચાલુ છે. છેલ્લા બે દિવસથી અભિનેત્રી ઉર્મિલા માતોંડકરનું નામ ચર્ચામાં છે. ઉર્મિલાએ ઓફિશિયલી કોંગ્રેસમાં એન્ટ્રી લઈ લીધી છે. ઉર્મિલાએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની હાજરીમાં કોંગ્રેસ જોઈન કરી લીધી છે. પક્ષની મેમ્બર બન્યા પછી ઉર્મિલાએ કહ્યું છે કે તે માત્ર ચૂંટણી લડવા માટે રાજકારણમાં નથી આવી, આખું મુંબઈ મારું ઘર છે.
ઉર્મિલાએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકો પણ પ્રેશરમાં છે. તમે કંઈ પણ બોલો અને વિવાદ ઉભો થઈ જાય છે. પહેલાં ચાર દિવાલની વચ્ચે બોલતી હતી અને હવે બહાર બોલીશ. સૌથી મોટા રૂલ મેકર્સ આપણે જ છીએ.
Urmila Matondkar joins Congress in presence of party President Rahul Gandhi pic.twitter.com/7xOcwsSBn1
— ANI (@ANI) 27 March 2019
બોક્સઓફિસ પર કેસરીની ગર્જના, સાત દિવસમાં જ 100 કરોડ ક્લબમાં એન્ટ્રી
નોંધનીય છે કે ફિલ્મ માસૂમથી બાળ કલાકાર તરીકે બોલિવૂડમાં એન્ટ્રી લેનાર ઉર્મિલાએ રંગીલાથી ટોચની હિરોઇનનું સ્થાન મેળવ્યું હતું. ઉર્મિલાની ગણતરી 1990ના દાયકાની ટોચની હિરોઇન ગણતી હતી. તેણે રંગીલા, સત્યા, ખૂબસુરત, જુદાઈ, જંગલ અને બીજી અનેક હિટ ફિલ્મોમાં કામ કર્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે