Home> Entertainment
Advertisement
Prev
Next

Corona ની ઝપેટમાં આવી વધુ એક બોલિવુડની આ ખુબસુરત અભિનેત્રી, પ્રશંસકોને આપી આવી સલાહ

બોલિવુડ અભિનેત્રી અને રાજ નેતા ઉર્મિલા માતોંડકરનો કોરોનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. ઉર્મિલાએ પોતાના COVID-19 પોઝિટીવ હોવાની ખબર સોશિયલ મીડિયા પર શેર કરી છે અને પોતાના પ્રશંસકોને ચિંતા નહીં કરવાની સલાહ આપી છે.

Corona ની ઝપેટમાં આવી વધુ એક બોલિવુડની આ ખુબસુરત અભિનેત્રી, પ્રશંસકોને આપી આવી સલાહ

મુંબઈ: કોરોના મહામારીનો કહેર હાલ દેશ સહિત વિશ્વના અનેક દેશોમાં ફેલાઈ રહ્યો છે. વિશ્વના અુમક દેશોમાં તો ત્રીજી અને ચોથી લહેરની શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે હાલ બોલિવુડમાંથી એક મહત્ત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. બોલિવુડ અભિનેત્રી અને રાજ નેતા ઉર્મિલા માતોંડકરનો કોરોનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. ઉર્મિલાએ પોતાના COVID-19 પોઝિટીવ હોવાની ખબર સોશિયલ મીડિયા પર શેર કરી છે અને પોતાના પ્રશંસકોને ચિંતા નહીં કરવાની સલાહ આપી છે. ઉર્મિલાએ પોતાની પોસ્ટમાં એવું પણ જણાવ્યું છે કે તેણે પોતાની જાતને ઘરમાં ક્વોરૅન્ટીન કરી દીધી છે.

fallbacks

ઉર્મિલાએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, હું  COVID-19 પોઝિટીવ છું. અને હું ઠીક છું અને મારી જાતે હું ઘરે હોમ આઈસોલેટ કરીને હોમ ક્વોરેન્ટાઈન થઈ ગઈ છું. મારા સંપર્કમાં આવેલા તમામ લોકો તાત્કાલિક પોતાનો ટેસ્ટ કરાવી લે. સાથે સાથે તમામ લોકોને એક રિકવેસ્ટ કરું છું કે દિવાળીના તહેવાર પર પોતાનું ધ્યાન રાખે.

અત્રે નોંધનીય છે કે, ઉર્મિલા માતોંડકર ગત દિવસોમાં શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનના સપોર્ટમાં એક નિવેદન આપી ચૂકી છે. તેણે શાહરૂખની પ્રશંસા કરી હતી. તેણે પોતાની સોશિય મીડિયા પોસ્ટમાં લખ્યું હતું કે, આવા મુશ્કેલ સમયમાં શાહરૂખનું અસલી કેરેક્ટર સામે આવ્યું છે. ઉર્મિલાએ વધુમાં ઉમેર્યું હતું કે, શાહરૂખે આર્યનની ધરપકડ પછી ખુબ જ મેચ્યોર અને સમ્માનજનક વ્યવહાર કર્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More