Home> Entertainment
Advertisement
Prev
Next

સૌથી વધુ કમાણી કરનાર અભિનેત્રી: ન તો દીપિકા કે ન આલિયા, 1 મિનિટના લે છે 1 કરોડ રૂપિયા!

Highest Paid Actress: દીપિકા પાદુકોણ (Deepika Padukone) કે આલિયા ભટ્ટ (Alia Bhatt) બંને ભારતની સૌથી વધુ કમાણી કરનાર અભિનેત્રી બની શકી નથી. સૌથી વધુ કમાણી કરનાર અભિનેત્રીનો ટેગ ઉર્વશી રૌતેલા (Urvashi Rautela)ને મળ્યો છે. તેણે એક મીનિટ માટે એક કરોડ રૂપિયાનો ચાર્જ કર્યો છે.  

સૌથી વધુ કમાણી કરનાર અભિનેત્રી: ન તો દીપિકા કે ન આલિયા, 1 મિનિટના લે છે 1 કરોડ રૂપિયા!

Urvashi Rautela Fees:  બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા (Urvashi Rautela) ફિલ્મોમાં કંઈ ખાસ કરી શકી નથી. પરંતુ તેણે ફેશન, મોડલિંગ અને ડાન્સના આધારે ઘણું નામ કમાવ્યું છે. આ વખતે પણ ઉર્વશી રૌતેલા ડાન્સના આધારે ભારતની સૌથી વધુ કમાણી કરનાર અભિનેત્રી બની ગઈ છે. હા... તાજેતરમાં એવા અહેવાલો આવ્યા છે કે ઉર્વશી રૌતેલા  (Urvashi Rautela New Song) એ દક્ષિણ ભારતીય ફિલ્મના ત્રણ મિનિટના ગીતમાં પરફોર્મ કરવા માટે લગભગ 3 કરોડની માંગણી કરી છે. જેનો અર્થ એ થયો કે અભિનેત્રીએ 1 મિનિટ માટે 1 કરોડ રૂપિયા માંગ્યા છે...!

fallbacks

વધુ પડતા કાળા મરીનુ સેવન સ્વાસ્થ્ય માટે છે હાનિકારક, થાય છે આવી મોટી સમસ્યાઓ
BLACK TURMERIC: શું તમે ક્યારેય કાળી હળદર ખાધી છે? જલદી ફાયદા જાણી લો, તો ફાવી જશો!

ઉર્વશી રૌતેલા બની સૌથી વધુ કમાણી કરનાર અભિનેત્રી!
કાન્સ ફેસ્ટિવલ 2023માં પોતાની ફેશન બતાવીને ચર્ચામાં રહેલી ઉર્વશી રૌતેલા હવે 1 મિનિટ માટે 1 કરોડ રૂપિયા ચાર્જ કરવા માટે સમાચારમાં છે. રિપોર્ટ્સ અનુસાર, ઉર્વશી રૌતેલા (Urvashi Rautela Fees)બોયાપતિ શ્રીનુ-રામ પોથિનેનીની આગામી ફિલ્મમાં ડાન્સ નંબર કરવા જઈ રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ડાન્સ નંબર 3 મિનિટનો હશે, જેમાં પરફોર્મ કરવા માટે ઉર્વશી રૌતેલા  (Urvashi Rautela Movies) એ 3 કરોડની માંગણી કરી છે. જો ઉર્વશીને આ પેમેન્ટ મળશે તો તે પછી તે દેશની સૌથી વધુ પેમેન્ટ મેળવનાર અભિનેત્રી બની જશે. તમને જણાવી દઈએ કે, અત્યાર સુધી આટલી મોટી રકમ કોઈ અભિનેત્રીને 1 મિનિટના પરફોર્મન્સ માટે આપવામાં આવી નથી.

વાળા ધોયા બાદ મોટાભાગની છોકરીઓ કરે છે આ ભૂલ, સાબિત થઇ શકે છે ખતરનાક!
અહીં ભગવાને મનમૂકીને પાથર્યું છે કુદરતી સૌદર્ય, પણ અફસોસ તમે નહી જઇ શકો, જાણો કારણ

ચિરંજીવીની ફિલ્મ માટે 2 કરોડ માગી ચૂકી છે
એન્ટરટેઈનમેન્ટ સમાચાર અનુસાર, અભિનેત્રી ઉર્વશી રૌતેલાએ દક્ષિણ ભારતીય મેગાસ્ટાર ચિરંજીવીની ફિલ્મ વોલ્ટેર વીરૈયામાં ડાન્સ પરફોર્મન્સ માટે 2 કરોડ રૂપિયા ચાર્જ કર્યા છે. ઉર્વશી રૌતેલાના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો, અભિનેત્રીએ વર્ષ 2013 માં મિસ યુનિવર્સ બન્યા પછી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. ઉર્વશી રૌતેલા ફિલ્મ સિંહ સાબ ધ ગ્રેટમાં સની દેઓલ સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળી હતી. આ ફિલ્મ પછી ઉર્વશીએ સનમ રે, ગ્રેડ ગ્રાન્ડ મસ્તી, હેટ સ્ટોરી 4 અને પાગલપંતી જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. તમને જણાવી દઈએ કે, ઉર્વશીએ વર્ષ 2014માં મિસ્ટર એરાવતા ફિલ્મથી કન્નડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ અભિનેત્રીએ વર્ષ 2022માં તમિલ ફિલ્મોમાં પગ મૂક્યો હતો.

રસ્તા પરથી પૈસા ભરેલું પર્સ મળે તો આ વાતનો હોય છે ઇશારો, જાણો આ સંકેત શુભ કે અશુભ
અમર પ્રેમ કહાની: આબુની વાદીઓમાં દફન છે 'રસિયા બાલમ' અને 'કુંવારી કન્યા'ની પ્રેમગાથા

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More