Home> Entertainment
Advertisement
Prev
Next

શાહરૂખ-અંબાણીની લિસ્ટમાં સામેલ થઈ આ હોટ અભિનેત્રી, આ કાર ખરીદનાર પ્રથમ એક્સ્ટ્રેસ બની!

Urvashi Rautela Buy Rolls-Royce Cullinan: ઉર્વશી રૌતેલાએ તેની કારની ગેલેરીમાં રોલ્સ રોયસ કલિનનનો સમાવેશ કર્યો છે. આમ કરીને તે શાહરૂખ-અંબાણીની યાદીમાં સામેલ થઈ ગઈ છે. તે પહેલી અભિનેત્રી છે જેણે પોતાના માટે આ કાર ખરીદી છે.

શાહરૂખ-અંબાણીની લિસ્ટમાં સામેલ થઈ આ હોટ અભિનેત્રી, આ કાર ખરીદનાર પ્રથમ એક્સ્ટ્રેસ બની!

Urvashi Rautela Rolls-Royce Cullinan: બોલિવૂડની હોટ અભિનેત્રી ઉર્વશી રૌતેલાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં તે ગુલાબી ડ્રેસમાં Rolls-Royce Cullinan કારમાંથી બહાર નીકળતી જોવા મળે છે. ઉર્વશી રૌતેલાએ આ કારને તેના કાર કલેક્શનમાં સામેલ કરી છે. આ સાથે ઉર્વશી રૌતેલા શાહરૂખ ખાન અને બિઝનેસમેન મુકેશ અંબાણીની યાદીમાં સામેલ થઈ ગઈ છે. આ બંને મહાન હસ્તીઓ પાસે Rolls-Royce Cullinan કાર પણ છે.

fallbacks

કેટલાની પાસે છે Rolls-Royce Cullinan?
ઉર્વશી રૌતેલા આ કાર ખરીદનાર પ્રથમ ભારતીય અભિનેત્રી છે. પહેલા આ કારની માલિકી માત્ર 6 લોકો પાસે હતી, જેમાં બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાન, બિઝનેસમેન મુકેશ અંબાણી, અભિનેતા વિવેક ઓબેરોય, અજય દેવગન, અલ્લુ અર્જુન અને ટી-સીરીઝના માલિક ભૂષણ કુમારનો સમાવેશ થાય છે. પરંતુ ઉર્વશી પહેલી કોઈ અભિનેત્રી છે, જેણે આ કાર ખરીદી શકી છે.

તમને જણાવી દઈએ કે Rolls-Royce Cullinanની કિંમત 12 કરોડ રૂપિયા છે. આ કારમાં જબરદસ્ત ફીચર્સ છે. જે તેને લક્ઝરી કારની યાદીમાં સામેલ કરે છે. આ કારમાં 6750 cc એન્જિન છે, જે 5,000 rpm પર 563 bhpનો પાવર અને 1,600 rpm પર 850 Nmનો ટોર્ક ઉત્પન્ન કરે છે.

કોણ છે ઉર્વશી રૌતેલા?
વર્ષ 2015માં ઉર્વશી રૌતેલાએ મિસ દિવા-મિસ યુનિવર્સ ઈન્ડિયાનો ખિતાબ જીત્યો હતો, જે પછી આખી દુનિયામાં ઉર્વશી રૌતેલા વિશે ચર્ચાઓ થવા લાગી હતી. ઉર્વશી રૌતેલાએ ઘણી હિન્દી ફિલ્મોમાં પણ કામ કર્યું છે, જ્યાં લોકોએ તેની સુંદરતાના વખાણ કર્યા છે. આ સાથે ઉર્વશી રૌતેલાએ ઘણા મ્યુઝિક વીડિયોમાં પણ કામ કર્યું છે. 

તાજેતરમાં જ ઉર્વશી રૌતેલાને ફોર્બ્સની રિચ લિસ્ટમાં સામેલ કરવામાં આવી હતી. થોડા સમય પહેલા ઉર્વશી રૌતેલાએ પણ પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો, જ્યાં ઓરી પણ તેની સાથે જોવા મળ્યો હતો.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More