Home> Entertainment
Advertisement
Prev
Next

હાર્દિક પંડ્યાની સગાઈ પર આ હોટ અભિનેત્રીએ આપ્યું એવું રિએક્શન..આવી ગઈ ચર્ચામાં

ક્રિકેટર હાર્દિક પંડ્યા (Hardik Pandya)એ 2020ના પહેલા દિવસે જ સર્બિયન મોડલ નતાશા સ્ટેનકોવિક સાથે સગાઈ કરી લીધી. આ જાણકારી હાર્દિક પંડ્યાએ પોતે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને આપી. ત્યારબાદથી હાર્દિક અને નતાશાને શુભેચ્છા પાઠવનારાઓનો સેલાબ આવી ગયો છે. આ લિસ્ટમાં તેની ખાસ મિત્ર કહેવાતી ઉર્વશી રૌતેલા (Urvashi Rautela)એ પણ પ્રતિક્રિયા આપી છે. 

હાર્દિક પંડ્યાની સગાઈ પર આ હોટ અભિનેત્રીએ આપ્યું એવું રિએક્શન..આવી ગઈ ચર્ચામાં

નવી દિલ્હી: ક્રિકેટર હાર્દિક પંડ્યા (Hardik Pandya)એ 2020ના પહેલા દિવસે જ સર્બિયન મોડલ નતાશા સ્ટેનકોવિક સાથે સગાઈ કરી લીધી. આ જાણકારી હાર્દિક પંડ્યાએ પોતે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને આપી. ત્યારબાદથી હાર્દિક અને નતાશાને શુભેચ્છા પાઠવનારાઓનો સેલાબ આવી ગયો છે. આ લિસ્ટમાં તેની ખાસ મિત્ર કહેવાતી ઉર્વશી રૌતેલા (Urvashi Rautela)એ પણ પ્રતિક્રિયા આપી છે. 

fallbacks

ઉર્વશીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ શેર કરી. જેમાં તેણે બંનેનો એક ફોટો શેર કરીને લખ્યું કે સગાઈ પર ખુબ ખુબ શુભેચ્છાઓ. તમારા બંનેનો સંબંધ પ્રેમ અને ખુશીઓથી ભરેલો રહે. આ અવસરે હું તમારી ખુબસુરત અને સારી જિંદગીની કામના કરું છું. જો કોઈ પણ ચીજની જરૂર હશે તો હું હંમેશા હાજર રહીશ. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

Mai tera, Tu meri jaane, saara Hindustan. 👫💍 01.01.2020 ❤️ #engaged

A post shared by Hardik Pandya (@hardikpandya93) on

આમ તો સગાઉ અગાઉ હાર્દિક પંડ્યા અને ઉર્વશી રૌતેલાના અફેરની ખુબ ચર્ચાઓ હતી. જો કે બંનેએ ક્યારેય આવા અહેવાલોને સમર્થન આપ્યું નહતું. હાર્દિકના ભાઈના લગ્નમાં બંને સાથે જોવા મળ્યા હતાં. આથી એવી અટકળોને બળ પણ મળ્યું હતું. હાલમાં જ હાર્દિકે ઉર્વશીને એક પપી પણ ગિફ્ટ કર્યું હતું. 

આ બાજુ વર્ક ફ્રન્ટની વાત કરીએ તો હાર્દિક પંડ્યા હવે પીઠની ઈજામાંથી બહાર આવી ગયો છે. તેની ન્યૂઝિલેન્ડના પ્રવાસ માટે ઈન્ડિયા એ ટીમ માટે પસંદગી થઈ છે. આથી તેણે પ્રેક્ટિસ પણ શરૂ કરી દીધી છે. આ બાજુ ઉર્વશી થોડા સમય પહેલા જ આવેલી ફિલ્મ 'પાગલપંતી'માં જોવા મળી હતી. તેણે વર્ષ 2017માં આવેલી સુપરહિત તમિલ ફિલ્મ 'થિરુત્તુ પ્યાલે 2'ની હિન્દી રીમેકનું શુટિંગ પણ પૂરું કર્યું છે. હિન્દીમાં આ ફિલ્મનું હજુ ટાઈટલ નક્કી નથી. આ ફિલ્મનું શુટિંગ યુપીના બનારસમાં થયું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More