Bawal Film : બોલીવુડ એક્ટર વરુણ ધવન અને જાનવી કપૂર પહેલીવાર એકસાથે નિતેશ તિવારીની ફિલ્મ બવાલમાં જોવા મળશે. બંનેના ચાહકોમાં ફિલ્મને લઈ ઉત્સાહ છે ત્યારે આ ફિલ્મની રિલીઝને લઈને મોટું અપડેટ સામે આવ્યું છે. બવાલ ફિલ્મ જુલાઈના અંતમાં રિલીઝ થવાની તૈયારી છે. બવાલ ફિલ્મ એમેઝોન પ્રાઇમ વીડિયો પર રિલીઝ થવા જઈ રહી છે. સાથે જ આ ફિલ્મ ભારતની પહેલી ફિલ્મ હશે જેનું પ્રીમિયર એફિલ ટાવર પર ભવ્ય રીતે થવાનું છે.
આ પણ વાંચો:
એક્શન અવતારમાં જોવા મળશે ધનુષ, આનંદ એલ રાયની 'તેરે ઈશ્ક મેં' ફિલ્મનું ટીઝર રિલીઝ
અભિનેત્રી દીપિકાની થઈ પ્રીમેચ્યોર ડિલીવરી, 21 જૂને સવારે આપ્યો દીકરાને જન્મ
ફિલ્મ કલાકારો પણ રૂપિયા આપે છે ઉધાર, બિઝનેસમાં રોકાણ કરી કરે છે લાખોની કમાણી
બવાલ ફિલ્મ વૈશ્વિક સ્તરે રિલીઝ થવા માટે તૈયાર છે. બવાલ ફિલ્મની ટીમ પણ એફિલ ટાવરમાં પ્રીમિયરને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. કારણ કે આ ફિલ્મ એફિલ ટાવર ખાતે પ્રીમિયર થનારી પ્રથમ ભારતીય ફિલ્મ હશે. આ સાથે જ બવાલ ફિલ્મ ભારતમાં ઈતિહાસ રચવા જઈ રહી છે. આ વાત ભારતીય ફિલ્મજગત માટે ખૂબ જ ગર્વની વાત છે.
આ ફિલ્મ વધુ એક બાબતને લઈને ખાસ છે. કારણ કે આ ફિલ્મમાં સાજિદ નડિયાદવાલા અને નિતેશ તિવારીની છિછોરે પછીની બીજી ફિલ્મ છે. આ બંનેની ફિલ્મ છિછોરેએ નેશનલ એવોર્ડ જીત્યો હતો. ચર્ચા છે કે આ ફિલ્મ નિતેશ તિવારીની અન્ય ફિલ્મ કરતાં અલગ છે.
વરુણ ધવન અને જાનવી કપૂરની ફિલ્મ બવાલ એમેઝોન પ્રાઇમ વીડિયો પર અંદાજે 200 દેશોમાં જુલાઈ મહિનામાં રિલીઝ માટે તૈયાર છે. આ ફિલ્મની આટલી ખાસિયતો જાણ્યા બાદ દર્શકો ફિલ્મને લઈને આતુર છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે