નવી દિલ્હીઃ Varun Dhawan Wedding Photos: વરૂણ ધવન અને નતાશા દલાલના લગ્નની તસવીર આવી ગઈ છે. બન્ને ખુબ સુંદર લાગી રહ્યાં છે. લગ્નની તસવીર વરૂણ ધવનની પીઆર ટીમે જારી કરી છે. આ ફોટોમાં વરૂણ ધવન અને નતાશા દલાલ ખુબ ખુશ જોવા મળી રહ્યાં છે. બે તસવીરો રિલીઝ કરવામાં આવી છે. એકમાં વરૂણ ધવન નતાશા દલાલનો હાથ પકડી ફેરા લેતા જોવા મળી રહ્યો છે. તેમાં બન્ને ખુશ લાગી રહ્યાં છે. બન્નેએ પરંપરાગત અંદાજમાં કપડા પહેર્યા છે.
વરૂણ ધવને શેરવાની પહેરી છે. તેના ચહેરા પર હાસ્ય જોવા મળી રહ્યું છે. તેણે માથા પર ચાંદલો કર્યો છે. તો અન્ય એક તસવીરમાં વરૂણે નતાશાનો હાથ પકડ્યો છે. બન્ને હળવી મુદ્દામાં જોવા મળી રહ્યાં છે.
વરૂણ અને નતાશા બેઠા છે અને પરિવાર તેના પર ફૂલોની વર્ષા કરી રહ્યો છે. પિતા ડેવિડ ધવન પણ ફોટોમાં જોવા મળી રહ્યા છે અને બધા વરૂણ-નતાશાને આશીર્વાદ આપી રહ્યા છે. આ તસવીર ખુબ વાયરલ થઈ રહી છે.
આ પણ વાંચોઃ લગ્ન કરવાના છે Sidharth Malhotra અને Kiara Advani! આ ફોટો કરી રહ્યો છે ઈશારો
વરૂણ ધવન અને નતાશા દલાલ એકબીજાને બાળપણથી ઓળખે છે. બન્નેનું અફેર વર્ષો સુધી ચાલ્યુ હતું. બન્નેએ આજે લગ્ન કરી તેના પર મહોર લગાવી દીધી છે. વરૂણ અને નતાશાના લગ્ન અલીબાગના ધ મેંશન હાઉસમાં થયા છે. ફેન્સ સોશિયલ મીડિયા પર તેની તસવીરો શેર કરી રહ્યા છે. વરૂણ અને નતાશા આજે ખુબ ખુશ જોવા મળી રહ્યા છે. લગ્નમાં કોરોનાને લીધે ખાસ લોકોને જ આમંત્રણ આપવામાં આવ્યું હતું. બન્ને હવે જલદી હનીમૂન પર જવાના છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે