Home> Entertainment
Advertisement
Prev
Next

Varun Dhawan બન્યો પિતા, Natasha Dalal એ દીકરીને આપ્યો જન્મ

Varun Dhawan-Natasha Dalal: પૌત્રીને જોવા પહોંચેલા ડેવિડ ધવને હોસ્પિટલની બહાર આવીને મીડિયાને જણાવ્યું હતું કે વરુણ ધવન અને નતાશા દલાલ દીકરીના માતા-પિતા બન્યા છે. આ ન્યુઝ શેર થયાની સાથે જ ફિલ્મ કલાકારો વરૂણ ધવન અને ડેવિડ ધવલને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. 

Varun Dhawan બન્યો પિતા, Natasha Dalal એ દીકરીને આપ્યો જન્મ

Varun Dhawan-Natasha Dalal: બોલીવુડ એક્ટર વરૂણ ધવનના ઘરે દીકરીનો જન્મ થયો છે. વરુણ ધવનની પત્ની નતાશા દલાલે 3 જૂને દીકરીને જન્મ આપ્યો છે. ધવન પરિવાર એ પરિવારમાં દીકરીના જન્મના ગુડ ન્યુઝ શેર કર્યા છે. પૌત્રીને જોવા પહોંચેલા ડેવિડ ધવને હોસ્પિટલની બહાર આવીને મીડિયાને જણાવ્યું હતું કે વરુણ ધવન અને નતાશા દલાલ દીકરીના માતા-પિતા બન્યા છે. આ ન્યુઝ શેર થયાની સાથે જ ફિલ્મ કલાકારો વરૂણ ધવન અને ડેવિડ ધવલને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. કરણ જોહર, અર્જુન કપૂર સહિતના કલાકારોએ વરુણ અને નતાશાને શુભેચ્છા પાઠવી છે.

fallbacks

આ પણ વાંચો:  અનંત-રાધિકાની ક્રૂઝ પાર્ટીમાં શિખર પર પ્રેમ લુંટાવતી જાન્હવી કપૂરનો વીડિયો વાયરલ

3 જૂને મોડી રાત્રે વરુણ ધવન અને તેના પિતા ડેવિડ ધવન મુંબઈની હિંદુજા હોસ્પિટલની બહાર જોવા મળ્યા હતા. વરુણ ધવન પોતાના પિતા ડેવિડ ધવનને કાર સુધી મૂકવા આવ્યો હતો. આ સમયે ફોટોગ્રાફરે વરુણ ધવનને પ્રશ્ન પૂછ્યા પરંતુ તે ઉતાવળમાં હતો અને ડેવિડ ધવનને કારમાં બેસાડી ત્યાંથી નીકળી ગયો. ત્યાર પછી ફિલ્મ મેકર ડેવિડ ધવલને જણાવ્યું કે પરિવારમાં દીકરીનો જન્મ થયો છે.

આ પણ વાંચો:   આ તારીખે રિલીઝ થશે અજય દેવગન અને તબ્બુની ઈંટેંસ લવસ્ટોરી દર્શાવતી ફિલ્મ, જુઓ Teaser

ફિલ્મ મેકર કરણ જોહરે પોતાના ઈંસ્ટાગ્રામ પર સ્ટોરી સેકશનમાં પોસ્ટ કરી લખ્યું છે, મેરે બેબી કો બેબી ગર્લ હુઈ.... સાથે જ અર્જુન કપૂર એ પણ ઈંસ્ટા અકાઉન્ટ ઉપર સ્ટોરી સેકશનમાં વરુણ અને નતાશાને કોન્ગ્રેચ્યુલેશન્સ કહ્યું છે. સાથે જ તેણે વરુણ ધવનની આગામી ફિલ્મને લઈને લખ્યું છે, બેબી જોન કો બેબી હુઈ...

વરુણ ધવન અને નતાશા દલાલના લગ્ન વર્ષ 2021 માં થયા હતા. લગ્નના ત્રણ વર્ષ પછી બંનેના ઘરે દીકરીનો જન્મ થયો છે. વરુણ ધવન અને નતાશા દલાલ એકબીજાને નાનપણથી ઓળખતા હતા. એકબીજાને ડેટ કર્યા પછી 24 જાન્યુઆરી 2021 ના રોજ વરુણ અને નતાશા એ ધામધૂમથી લગ્ન કર્યા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More