Home> Entertainment
Advertisement
Prev
Next

વરૂણ અને આલિયાની ફિલ્મ 'કલંક'નું શૂટિંગ પૂરૂ, ઇમોશનલ મેસેજ સાથે કર્યો ફર્સ્ટ લુક શેર

વરૂણ ધવને આ ફિલ્મમાં તેના ભાગનું શૂટિંગ પૂરુ કરી લીધું છે અને આ વાતની જાણકારી તેણે ટ્વીટર પર આપી છે. 

વરૂણ અને આલિયાની ફિલ્મ 'કલંક'નું શૂટિંગ પૂરૂ, ઇમોશનલ મેસેજ સાથે કર્યો ફર્સ્ટ લુક શેર

નવી દિલ્હીઃ બોલીવુડ સુપરસ્ટાર વરૂણ ધવન લાંબા સમયથી આલિયાની સાથે કરણ જોહરની મલ્ટીસ્ટારર ફિલ્મ કલંકના શૂટિંગમાં વ્યસ્ત હતો. પરંતુ કાલે તેણે આ ફિલ્મમાં પોતાના ભાગનું શૂટિંગ પૂરૂ કરી લીધું છે. આ વાતની જાણકારી વરૂણે પોતાના ટ્વીટર એકાઉન્ટ પર આપી છે. પરંતુ આ જાણકારીની સાથે-સાથે વરૂણે પોતાના ફેન્સ માટે એક સરપ્રાઇઝ મેસેજ આપ્યો છે. આ સરપ્રાઇઝ છે ફિલ્મ કલંકના સેટ પરથી તેનો ફર્સ્ટ લુક.. 

fallbacks

પરંતુ આ સરપ્રાઇઝને વરૂણે બમણી આ રીતે કરી કે વરૂણે પોતાની સાથે કો-સ્ટાર આલિયા ભટ્ટની તસ્વીર પણ શેર કરી છે. પરંતુ આ તસ્વીરની સાથે વરૂણે આલિયા માટે એક એવો મેસેજ લખ્યો છે જેને વાંચીને તમે પણ સમજી જશો કે બંન્ને સ્ક્રીન પર જેટલા દર્શકોને પસંદ આવે છે એટલું જ બંન્નેને એકબીજા સાથે કામ કરવુ પણ પસંદ છે. 

આલિયા ભટ્ટ સાથે એક સુંદર તસ્વીર ટ્વીટ કરતા વરૂણે કેપ્ટનમાં લખ્યું છે, કલંકનું શૂટિંગ પૂર્ણ... અત્યાર સુધીની મારી સૌથી મોટી ફિલ્મ અને આલિયા ભટ્ટ સાથે ચોથી ફિલ્મ... અમે ખરેખર આ ફિલ્મ માટે ખૂબ મહેનત કરી છે જેથી અમારા ફેન્સને નિરાશા ન મળે. હું આદિ (આદિત્ય રોય કપૂર), સોના (સોનાક્ષી સિન્હા), માધુરી મેમ (માધુરી દીક્ષિત), સંજૂ સર (સંજય દત્ત), આલિયા મેમ (આલિયા ભટ્ટ)ને એક સાથે મોટા પડદા પર જોવા માટે રાહ જોઈ રહ્યો છું. આ ફિલ્મને લઈને ઘણો ઉત્સાહ છે. 

fallbacks

ઉલ્લેખનીય છે કે, ઘણા દિવસોથી આ ફિલ્મનું શૂટિંગ મધ્યપ્રદેશના અલગ અલગ શહેરોમાં ચાલી રહ્યું છે. જ્યાં ગ્વાલિયરના કિલામાં આ ફિલ્મ માટે આલિયા અને વરૂણ ધવન પર એક ગીતનું શૂટિંગ થયું છે. તો ચંદેરીની એક ઐતિહાસિક હવેલીમાં આલિયા, સોનાક્ષી અને વરૂણના કેટલાક સીન શૂટ થયા છે. 

fallbacks

મહત્વનું છે કે, આ મસ્ટીસ્ટારર બિગ બજેટ ફિલ્મ આ વર્ષે 19 એપ્રિલે રિલીઝ  થશે. આ ફિલ્મમાં આલિયા અને વરૂણની સુપરહિટ જોડી જોવા મળશે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More