નવી દિલ્હી: વરૂણ ધવન કોરોના પોઝિટિવ (Varun Dhawan) આવ્યા બાદ ઘરમાં આઇસોલેટેડ છે અને દુનિયાથી દૂર પોતાના રૂમમાં સમય પસાર કરી રહ્યો છે. વરૂણ ધવન (Varun Dhawan)એ સોમવારે તેના ફેન્સને બતાવ્યું કે, તે વૃદ્ધાવસ્થામાં તે કેવો દેખાશે. વરૂણએ તેના ઓફિસિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ત્રણ તસવીરો શેર કરી છે. જેમાં તે એક યુવા છોકરો, વર્તમાન ઉંમર અને ભવિષ્યના લુકમાં જોવા મળી રહ્યો છે. તેના વૃદ્ધાવસ્થાની તસવીરમાં તે ગ્રે કલરના બાળ અને સોલ્ટ એન્ડ પેપર લુકની ડાઢીમાં જોવા મળી રહ્યો છે. આ ફોટાને બનાવવા માટે તેણે ફોટો એડિટિંગ એપનો ઉપયોગ કર્યો છે.
આ પણ વાંચો:- Shahrukh Khanની અભિનેત્રી થઇ કોરોના પોઝિટિવ, સોશિયલ મીડિયા પર શેર કરી પોસ્ટ
વરૂણ ધવનને બદલ્યું રૂપ
ત્રણ ફોટોના આ કોલાજને વરૂણ ધવન (Varun Dhawan)એ શેર કરી કેપ્શન લખ્યું, જિંદગી આઇસોલેશનમાં છે. મને વૃદ્ધાવસ્થામાં જોવા માટે જમણી બાજુ સ્વાઈપ કરો. અભિનેતા આ તથ્યનો ઉલ્લેખ કરી રહ્યો છે કે, હાલમાં જ તેને કોવિડ ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો અને વર્તમાનમાં તે આઇસોલેશનમાં છે. પોતાની આગામી ફિલ્મ જુગ જુગ જીઓની શૂટિંગ દરમિયાન ચંડિગઢમાં તેનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો.
આ પણ વાંચો:- કંગના રનૌતે રક્ષામંત્રી રાજનાથ સિંહ સાથે કરી મુલાકાત, ફિલ્મ 'તેજસ' માટે લીધા આશીર્વાદ
નીતૂ કપૂર પણ થઈ સંક્રમિત
તેની સહ-કલાકાર નીતૂ કપૂર (Neetu Kapoor) અને ફિલ્મના નિર્દેશક રાજ મહેતા પણ કોરોના સંક્રમિત થયા છે. બાદમાં કપૂરની દીકરી રિદ્ધિમાએ સોશિયલ મીડિયા પર જણમાવ્યું કે, વરિષ્ઠ અભિનેત્રીનો ટેસ્ટ નેગેટિવ આવ્યો છે અને તે સ્વસ્થ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે