Chhaava: વિકી કૌશલની મોસ્ટ અવેલેટેડ ફિલ્મ છાવા ફેબ્રુઆરીમાં રિલીઝ થવાની છે. તાજેતરમાં જ આ ફિલ્મનું ધમાકેદાર ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતું. જેને લોકોએ ખૂબ પસંદ કર્યું છે. ટ્રેલર રિલીઝ પછી ફિલ્મની ચર્ચા જોરશોરથી થવા લાગી છે. લોકોને તો આ ટ્રેલર ખૂબ જ ગમ્યું છે પરંતુ ટ્રેલર રિલીઝ થયા પછી ફિલ્મ વિવાદમાં આવી ગઈ છે.
આ પણ વાંચો: શૂઝ રાખવા માટે આ કોમેડિયને ખરીદ્યો 3Bhk ફ્લેટ, એક સમયે પહેરતો કોઈના આપેલા કપડા
ફિલ્મ છાવામાં વિકી કૌશલ મહાન છત્રપતિ શિવાજી મહારાજના દિકરા સંભાજી મહારાજના પાત્રમાં જોવા મળશે. ટ્રેલરમાં તેના પાવરફુલ રોલની એક ઝલક જોવા મળી ગઈ છે. પરંતુ સાથે જ ટ્રેલરમાં કેટલાક સીન એવા પણ દેખાયા છે જેના કારણે ફિલ્મને લઈને વિવાદ શરૂ થયો છે. મહારાષ્ટ્રના મંત્રી ઉદય સામંત એ કહ્યું છે કે ફિલ્મ રિલીઝ થાય તે પહેલા નિષ્ણાંતોને દેખાડવી જોઈએ. તેણે ફિલ્મને લઈને એક પોસ્ટ પણ કરી છે અને કહ્યું છે કે ફિલ્મના નિર્માતા અને નિર્દેશક આ સંબંધમાં તાત્કાલિક કાર્યવાહી કરે અને આપત્તિજનક વસ્તુઓને ફિલ્મમાંથી હટાવે.
આ પણ વાંચો: OTT ના કિંગ છે આ 5 એક્ટર, કરોડોની કમાણી કરે, એક પ્રોજેક્ટની ફી સાંભળી આંખો ફાટી જશે
તેમણે પોસ્ટમાં કેપ્શનમાં લખ્યું છે કે ખુશીની વાત છે કે ધર્મ અને સ્વતંત્રતાના રક્ષક છત્રપતિ સંભાજી મહારાજના જીવન પર આધારિત હિન્દી ફિલ્મ બનાવવામાં આવી રહી છે. દુનિયાને છત્રપતિનો ઇતિહાસ સમજાવવાનો આ સારો પ્રયાસ છે. પરંતુ કેટલાક લોકોએ પોતાનો મત વ્યક્ત કર્યો છે કે આ ફિલ્મમાં કેટલાક આપત્તિ જનક દ્રશ્યો છે. જેને હટાવ્યા વિના રિલીઝ કરી શકાય નહીં. આ વસ્તુઓ મહારાજના સન્માનને ઠેસ પહોંચાડે તેવી છે અને તેને સહન કરવામાં નહીં આવે.
આ પણ વાંચો: આલિયા ભટ્ટની ડિઝાસ્ટર ફિલ્મ, મળી હતી 1.2 ની રેટિંગ, થિયેટર્સમાં તો રિલીઝ પણ ન થઈ શકી
છાવા ફિલ્મમાં વિકી કૌશલની સાથે રશ્મિકા મંદાના અને અક્ષય ખન્ના મુખ્ય ભૂમિકામાં છે સાથે જ ફિલ્મમાં આશુતોષ રાણા અને દિવ્ય દત્તા પણ મુખ્ય ભૂમિકાઓમાં છે. ફિલ્મ છાવા પહેલા ડિસેમ્બરમાં રિલીઝ થવાની હતી પરંતુ તેની રિલીઝ ડેટ ટળી ગઈ અને હવે આ ફિલ્મ 14 ફેબ્રુઆરીએ દુનિયાભરના સિનેમા ઘરમાં રિલીઝ થશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે