મુંબઈઃ બોલીવુડના ન્યૂલી વેડ કપલ વિક્કી કૌશલ અને કેટરીના કેફ લગ્ન બાદ પ્રથમવાર મીડિયાની સામે આવ્યા હતા. આ ખાસ તકે બંને એક-બીજા સાથે ખુબ ખુશ જોવા મળ્યા હતા. કેટરીનાએ આ તકે ગુલાબી રંગનું શૂટ, હાથમાં બંગડી અને સિંદૂર પણ લગાવ્યો હતો તો વિક્કીએ ક્રીમ કલરનો શર્ટ પહેર્યો હતો.
એકબીજાનો હાથ પકડી જોવા મળ્યા
ન્યૂલી વેડ કપલ કેટરીના કેફ અને વિક્કી કૌશલ મીડિયાની સાથે એકબીજાનો હાથ પકડીને આવ્યા. આ બંને સિતારાને એક સાથે જોતા લોકો તેને લગ્નની શુભેચ્છા આપવા લાગ્યા હતા. ત્યારબાદ બંનેએ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો.
એકબીજાના પ્રેમમાં ડૂબ્યા
વિક્કી અને કેટરીનાના લગ્ન બાદ આ પ્રથમવાર છે જ્યારે બંને પતિ-પત્ની તરીકે મીડિયાની સામે આવ્યા છે. વીડિોમાં વિક્કી એક જવાબદાર પતિની જેમ કેટરીનાનું ધ્યાન રાખતો જોવા મળ્યો હતો. તો કેટરીના પણ પતિ વિક્કી કૌશલની સાથે તેના રંગમાં રંગેલી જોવા મળી હતી.
હનીમૂન પરથી આવ્યા પરત
વિક્કી-કેટરીના 9 ડિસેમ્બરે લગ્નના બંધનમાં બંધાયા હતા. લગ્નના બીજા દિવસે બંને હનીમૂન પર માલદીવ ગયા હતા. માલદીપથી વિક્કી કૌશલ અને કેટરીના આજે મુંબઈ આવ્યા, જ્યાં તેને એરપોર્ટ પર મીડિયાના કેમેરાએ કેદ કર્યાં હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે