Home> Entertainment
Advertisement
Prev
Next

વિક્કી ઔર વિદ્યા કા વો વાલા વીડિયો... સ્ત્રી બાદ આવી રાજકુમાર રાવની નવી જોરદાર કોમેડી ફિલ્મ, ટ્રેલર જોઈને પાગલ થઈ જશો

Vicky Vidya Ka Woh Wala Video Trailer : રાજકુમાર રાવ અને તૃપ્તિ ડિમરીની જોરદાર કોમેડી ફિલ્મ વિક્કી ઔર વિદ્યા કા વો વાલા વીડિયોનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. દિવાળીમાં જોરદાર કોમેડી ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે, ચલો જાણી લો કે ક્યારે રિલીઝ થશે આ ફિલ્મ

વિક્કી ઔર વિદ્યા કા વો વાલા વીડિયો... સ્ત્રી બાદ આવી રાજકુમાર રાવની નવી જોરદાર કોમેડી ફિલ્મ, ટ્રેલર જોઈને પાગલ થઈ જશો

vicky aur vidya ka woh wala video release date : રાજકુમાર રાવ અને તૃપ્તિ ડિમરી સ્ટારર વિક્કી ઔર વિદ્યા કા વો વાલા વીડિયો ફિલ્મનું ટ્રેલર આખરે રિલીઝ થઈ ગયુ છે. બુધવારે મેકર્સે આ રોમેન્ટિક ફિલ્મનું ક્રિએટિવ ટીઝર જાહેર કરીને ફેન્સની દિલચસ્પી વધારી દીધી હતી. નાની ક્લિપમાં 90 ના દાયકાની સ્ટોરી અદભૂત હતી. પરંતું હવે આજે વિક્કી ઔર વિદ્યા કા વો વાલા વીડિયો ફિલ્મનુ ટ્રેલર આવી ગયું છે. 3.32 મિનિટના ટ્રેલરમાં કોમેડી અને જબરદસ્ત ડ્રામા જોવા મળી રહ્યો છે. 

fallbacks

ટ્રેલરમાં રાજકુમાર રાવ અને તૃપ્તિ ડિમરી વિક્કી અને વિદ્યાના રોલમાં છે. જે પોતાની સુહાગરાતનો વીડિયો રેકોર્ડ કરવાનો પ્લાન કરે છે. પરંતુ બાદમાં તેમના ઘરમાંથી સીડી પ્લેયરની ચોરી થાય છે. વિજય રાજ એક ઈન્સ્પેક્ટરની ભૂમિકામાં છે, જે સીડી પ્લેયરને શોધવાનો પ્રયાસ કરે છે. 

સસ્તું થઈ જશે પેટ્રોલ-ડીઝલ, ઓઈલ સેક્રેટરીએ આપ્યા દિલ ખુશ કરી દેતા સમાચાર

વિક્કી ઔર વિદ્યા કા વો વાલા વીડિયોનું ટ્રેલર
આ ફિલ્મમાં મલ્લિકા શેરાવત પણ છે, જે ગ્લેમરનો તડકો લગાવી રહી છે. લોકો ટ્રેલર જોઈને જોરદાર કોમેન્ટ કરી રહ્યાં છે. રાજકુમાર રાવે ફરી એકવાર સાબિત કરી દીધું કે, તે બેસ્ટ એક્ટરમાંના એક છે. 

ડ્રીમ ગર્લ ફ્રેન્ચાઈઝી માટે ફેમસ વિક્કી ઔર વિદ્યા કા વો વાલા વીડિયો નું ડાયરેક્શન રાજ શાંડિલ્યએ કર્યું છે. ફિલ્મમાં વિજય રાજ, મલ્લિકા શેરાવત, મસ્ત અલી, અર્ચના પૂરન સિંહ, મુકેશ તિવારી, અર્ચના પટેલ, રાકેશ બેદી, ટીકુ તલસાનિયા અને અસ્વિની કાલસેકર પણ છે. 

ક્યારે રિલીઝ થશે ફિલ્મ
રાજકુમાર રાવ અને તૃપ્તિ ડિમરીની આ જબરદસ્ત કોમેડી ફિલ્મ 11 ઓક્ટોબર, 2024 ના રોજ રિલીઝ થશે. ફિલ્મની ટક્કર આલિયા ભટ્ટની જિગરા સાથે થશે. 

કોરોનાથી માંડ છુટકારો મળ્યો, ત્યાં હવે આ દેશમાં આવ્યો ખતરનાક પ્રકારનો વાયરસ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More