Home> Entertainment
Advertisement
Prev
Next

VIDEO : અક્ષયકુમારે ટ્વીટર પર શેર કર્યો '2.0'નો ખતરનાક લૂક, ફેન્સ બોલ્યા, 'સર, છવાઈ ગયા'

અક્ષર કુમારે ફિલ્મ '2.0' રિલીઝ તાય તેના પહેલાં તેનાં પ્રશંસકો માટે સોશિયલ મીડિયા ઉપર આ ફિલ્મનો સ્પેશિયલ ફિલ્ટર લોન્ચ કર્યો છે 

VIDEO : અક્ષયકુમારે ટ્વીટર પર શેર કર્યો '2.0'નો ખતરનાક લૂક, ફેન્સ બોલ્યા, 'સર, છવાઈ ગયા'

નવી દિલ્હીઃ દક્ષિણના સુપરસ્ટાર રજનીકાંત સાથેની પોતાની બહુપ્રતિક્ષીત ફિલ્મ '2.0' રિલીઝ થતાં પહેલા અભિનેતા અક્ષય કુમારે સોમવારે પોતાનાં પ્રશંસકો માટે સોશિયલ મીડિયા ઉપર આ ફિલ્મનો એક સ્પેશિયલ ફિલ્ટર લોન્ચ કર્યો છે. આ ફિલ્ટર વીડિયોમાં અક્ષય કુમાર ગુસ્સામાં દેખાઈ રહ્યો છે. 

fallbacks

અક્ષયે સોશિયલ મીડિયા ઉપર એક વીડિયો ટ્વીટ કર્યો છે અને લખ્યું છે કે, શૈતાનનું નવું સ્વરૂપ ત્રણ દિવસમાં આવશે. '2.0' ફિલ્ટર સાથે તમે જાતે જ તેનો અનુભવ માણો. અત્યારે જ પ્રયાસ કરો. આ વીડિયોમાં અક્ષય કુમાર એક ફિલ્ટરનો ઉપયોગ કરતો જોવા મળે છે. 

ઉલ્લેખનીય છે કે, આ ફિલ્મે રિલીઝ થતાં પહેલાં જ રૂ.490 કરોડની કમાણી કરી લીધી છે. રજનીકાંતના પ્રશંસકો તો આ ફિલ્મની અત્યંત આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મમાં રજનીકાંત મુખ્ય ભૂમિકામાં છે, જ્યારે અક્ષય કુમાર વિલન બનેલો છે. 

fallbacks

ગુરૂવારે રિલીઝ થવા જઈ રહેલી ફિલ્મ '2.0'માં અક્ષય કુમારે મુખ્ય વિલન રિચર્ડ નામના વિલક્ષણ વૈજ્ઞાનિકનું પાત્ર ભજવ્યું છે. આ ફિલ્મની સાથે જ અક્ષય કુમાર તમિલ સિનેમામાં પદાર્પણ કરી રહ્યો છે અને પ્રથમ વખત મેગા સ્ટાર રજનીકાંત સાથે કામ કરી રહ્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More