Home> Entertainment
Advertisement
Prev
Next

VIDEO: મેચુકા ફેસ્ટિલવ માટે અરૂણાચલ પ્રદેશ પહોંચ્યો સલમાન, પર્વતોમાં ચલાવી સાઈકલ

અરૂણાચલ પ્રદેશમાં આયોજિત પરંપરાગત મેચુકા ફેસ્ટિવલના ઉદ્ઘાટન સમારોહમાં બોલિવૂડ સ્ટાર સલમાન ખાન પહોંચ્યો હતો, અહીં તેણે કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુ અને અરૂણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુ સાથે પર્વતોમાં સાઈકલ પણ ચલાવી હતી 

VIDEO: મેચુકા ફેસ્ટિલવ માટે અરૂણાચલ પ્રદેશ પહોંચ્યો સલમાન, પર્વતોમાં ચલાવી સાઈકલ

નવી દિલ્હીઃ સલમાન ખાન આજકાલ પોતાની આગામી ફિલ્મ 'ભારત'ના શૂટિંગ માટે પંજાબમાં પોતાની ટીમ સાથે છે. અહીંથી તે પોતાના ખાનગી વિમાન દ્વારા અચાનક ગુરૂવારે અરૂણાચલ પ્રદેશ પહોંચ્યો હતો. હકીકતમાં અહીં તે અરૂણાચલ પ્રદેશમાં શરૂ થઈ રહેલા મેચુકા એડવેન્ચર ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કરવા આવ્યો હતો. 

fallbacks

સલમાન ખાને અહીં મેચુકા ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કરવાની સાથે અરૂણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુ અને કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુ સાથે પર્વતોની વચ્ચે સાઈકલ પણ ચલાવી હતી. 

fallbacks

ફોટો સાભારઃ @PemaKhanduBJP/Twitter

સલમાન ખાન અહીં એમટીબી અરૂણાચલ માઉન્ટેન બાઈસિકલ રેસનું ઉદ્ઘાટન કરવા આવ્યો હતો. સલમાન ખાન તેની ફિલ્મ 'ટ્યુબલાઈટ'માં અરૂણાચલ પ્રદેશના અભિનેતા માટિન રે સાથે કામ કરી ચૂક્યો છે. સલમાન ત્યારથી જ ઉત્તરપૂર્વનાં રાજ્યો સાથે સંબંધ ધરાવતો આવ્યો છે. સલમાને માટિન સાથે અરૂણાચલ પ્રદેશનો પારંપરિક પોશાક પહેરીને ફોટો પણ શેર કર્યો હતો. 

fallbacks

ફોટો સાભારઃ @PemaKhanduBJP/Twitter

જૂઓ વીડિયો, પર્વતોની વચ્ચે સડસડાટ સાઈકલ ચલાવતો સલમાન ખાન.

સલમાન ખાને કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુ સાથે સાઈકલ ચલાવતો ફોટો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. 

fallbacks

ફોટો સાભારઃ @KirenRijiju/Twitter

મેચુકા ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કર્યા બાદ સલમાન ખાન મોડી સાંજે મુંબઈ પાછો આવી ગયો છે. સલમાન ખાન આગામી ફિલ્મ 'ભારત'ના શૂટિંગમાં અત્યારે વ્યસ્ત છે. 

આ ફિલ્મમાં સલમાન અને કેટરિનાની જોડી ફરીથી સાથે જોવા મળવાની છે. આ ઉપરાંત ફિલ્મમાં દિશા પટણી અને તબ્બુ પણ છે. સલમાન અને કેટરિના અગાઉ અનેક ફિલ્મોમાં સાથે કામ કરી ચૂક્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More