Home> Entertainment
Advertisement
Prev
Next

VIDEO : આમિરે બિગ બીને પુછ્યું, 'મોડા પહોંચવાના કારણે ઘરમાં પ્રવેશ બંધ થયો કે શું?'

આમિર ખાન, અમિતાભ બચ્ચન, કેટરિના કૈફ અને ફાતિમા સના શેખ સ્ટારર ફિલ્મ 'ઠગ્સ ઓફ હિન્દોસ્તાન' 12 નવેમ્હરના રોજ રિલીઝ થઈ રહી છે 

VIDEO : આમિરે બિગ બીને પુછ્યું, 'મોડા પહોંચવાના કારણે ઘરમાં પ્રવેશ બંધ થયો કે શું?'

નવી દિલ્હીઃ બોલિવૂડનો 'મિસ્ટર પરફેક્શનિસ્ટ' આમિર ખાન અને 'શહેનશાહ' અમિતાભ બચ્ચન ટૂંક સમયમાં જ ફિલ્મ 'ઠગ્સ ઓફ હિન્દોસ્તાન'માં પ્રથમ વખત એક સાથે જોવા મળવાના છે. જોકે, આ જોડીને તમે જોવા વધુ આતુર હોવ તો ફિલ્મથી પહેલાં 'કૌન બનેગા કરોડપતિ'ના સેટ પર જોઈ શકો છો. આટલું જ નહીં, સેટ પર પહોંચેલા આમિરે બિગ બીને અત્યંત રસપ્રદ પ્રશ્નો પણ પુછ્યા છે. 

fallbacks

આમિર ખાન કેબીસીમાં 'કેબીસી કર્મવીર' એપિસોડમાં હાજર રહેવાનો છે. આમિર ખાને આ એપિસોડમાં બિગ બીને એક એવો સવાલ પુછ્યો કે તેઓ પણ ચકિત રહી ગયા હતા. 

આમિરે અમિતાભ બચ્ચનને પુછ્યું કે, 'અમિતજી, તમે લોકોને ઘણા અઘરા-અઘરા પ્રશ્નો પુછો છો. મારી ઈચ્છા છે કે હું તમને કેટલાક પ્રશ્નો પુછું. શું ક્યારેક કામના કારણે મોડું થઈ ગયું હોય તો તેના કારણે ઘરે મોડા પહોંચવાના સમયે A.ઘરમાં ક્યારેય પ્રવેશ ન મળ્યો, B. જયાજીએ કહ્યું હોય, 'આ કોઈ સમય છે ઘરે આવવાનો', C. ઘરમાં પ્રવેશ કરવા માટે સિક્યોરિટીને પટાવવો પડ્યો હોય,  D. ક્યારેક ભૂખ્યા ઊંઘવું પડ્યું હોય.' 

આમિર ખાનનો આ સવાલ સાંભળીને અમિતાભ બચ્ચન પોતાનું હસવાનું રોકી શક્યા ન હતા. તમે પણ જૂઓ આ સુંદર વીડિયો. 

ઉલ્લેખનીય છે કે, આમિર ખાન, અમિતાભ બચ્ચન, કેટરિના કૈફ અને ફાતિમા સના શેખ સ્ટારર ફિલ્મ 'ઠગ્સ ઓફ હિન્દોસ્તાન' 12 નવેમ્બરના રોજ રિલીઝ થવાની છે. આ એક એપિન એક્શન-એડવેન્ચર ફિલ્મ બ્રિટિશ લેખક અને પ્રશાસક ફિલિપ મીડોઝ ટેલર દ્વારા 1839માં લખવામાં આવેલી નવલકથા 'કન્ફેશન્સ ઓફ એ ઠગ' (Confessions of a Thug) પર આધારિત છે. 

તેમાં એક એવા ઠગની કથા છે, જેની ગેંગ 19મી સદીની શરૂઆતમાં બ્રિટિશ ભારતમાં અંગ્રેજો માટે માથાનો દુખાવો બની ગઈ હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More