Home> Entertainment
Advertisement
Prev
Next

Sexual Assault Case: યૌન શોષણ કેસના આરોપી આ મોટા અભિનેતાએ છોડ્યો દેશ? સામે આવ્યું પોલીસ કમિશનરનું નિવેદન

Vijay Babu sexual harrasment case: યૌન શોષણ જેવા ગંભીર કેસનો સામનો કરી રહેલા મલયાલમ સુપરસ્ટાર ફિલ્મ અભિનેતા વિજય બાબૂની મુશ્કેલીઓ વધી ગઈ છે. તેમનો પાસપોર્ટ કેન્સલ કરી દેવામાં આવ્યો છે. આ તમામ વાતો વચ્ચે એ જાણવા મળી શક્યું નથી કે આખરે તેઓ ક્યાં છૂપાયેલા છે.

Sexual Assault Case: યૌન શોષણ કેસના આરોપી આ મોટા અભિનેતાએ છોડ્યો દેશ? સામે આવ્યું પોલીસ કમિશનરનું નિવેદન

Vijay Babu Sexual Assault Case: સાઉથ ઈન્ડસ્ટ્રીઝ હોય કે બોલિવુડ. દરેકમાં યૌન શોષણના કેસ સામે આવતા જ હોય છે. હાલ યૌન શોષણ જેવા ગંભીર કેસનો સામનો કરી રહેલા મલયાલમ સુપરસ્ટાર ફિલ્મ અભિનેતા વિજય બાબૂની મુશ્કેલીઓ વધી ગઈ છે. તેમનો પાસપોર્ટ કેન્સલ કરી દેવામાં આવ્યો છે. આ તમામ વાતો વચ્ચે એ જાણવા મળી શક્યું નથી કે આખરે તેઓ ક્યાં છૂપાયેલા છે.

fallbacks

અભિનેત્રીની શોધખોળ ચાલું
બાબુ ક્યાં છે, જો કે કોઈ સુરાગ મળ્યો નથી, પરંતુ આ દરમિયાન કોચી પોલીસ તેમની તપાસમાં સતત દરોડા પાડી રહી છે. અભિનેતા વિજય બાબુનો પાસપોર્ટ જપ્ત કર્યાની પુષ્ટિ કરતા કોચી જિલ્લા પોલીસ કમિશનર સીએચ નાગરાજુએ કહ્યું છે કે આ કાર્યવાહીથી તેમના પાસપોર્ટ પર જાહેર કરાયેલા તમામ વિઝા હવે સંપૂર્ણપણે અમાન્ય થઈ ગયા છે. 

નાગરાજુએ કહ્યું, 'હાલમાં એવા સંકેતો અને માહિતી મળી રહી છે કે તે બીજા દેશમાં પ્રવેશ્યો છે. પરંતુ અમારી પાસે તેની સામે કોર્ટનું વોરંટ છે, તેથી તેની ધરપકડ કરવામાં કોઈ મુશ્કેલી નહીં આવે.

યૌન શોષણના કેસમાં આરોપી છે બાબૂ
દરમિયાન, એવા સમાચાર હતા કે મલયાલમ અભિનેતા વિજય બાબુએ પાસપોર્ટ અધિકારીઓને કહ્યું છે કે તેઓ 24 મેના રોજ ઓફિસમાં હાજર રહેશે. બાબુ વિરુદ્ધ અનેક કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ કમિશનરે કહ્યું છે કે જો તે જલ્દી પોલીસ સમક્ષ હાજર નહીં થાય તો આવી સ્થિતિમાં તેમની સામે રેડ કોર્નર નોટિસ જાહેર કરવામાં આવશે. જો કે કેરળ પોલીસને હજુ સુધી આ મામલે ઈન્ટરપોલ અથવા UAE પોલીસ તરફથી કોઈ માહિતી કે જવાબ મળ્યો નથી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More