નવી દિલ્હીઃ છેલ્લા ઘણા સમયથી તેલુગૂ સુપરસ્ટાર વિજય દેવરાકોન્ડા (Vijay Devarakonda) અને અનન્યા પાંડે (Ananya Pandey) ની ફિલ્મ 'લાઇગર' ચર્ચામાં છે. હવે આ ફિલ્મની સિનેમાઘરોમાં રિલીઝ થવાની તારીખની જાહેરાત કરી દેવામાં આવી છે. હિન્દી, તેલુગૂ, તમિલ, કન્નડ અને મલયાલમ ભાષામાં રિલીઝ થનારી આ રોમેન્ટિક સ્પોર્ટસ ફિલ્મ 9 સપ્ટેમ્બર 2021ના રિલીઝ થશે. જાણવા મળી રહ્યું છે કે તેમાં વિજય દેવરાકોન્ડા એક બોક્સરની ભૂમિકામાં જોવા મળવાનો છે.
ફિલ્મને પ્રોડ્યૂસ કરી રહેલા ધર્મા પ્રોડક્શને પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલથી ટ્વીટ કરતા લખ્યું કે, ફિલ્મ દુનિયાભરમાં 9 સપ્ટેમ્બરે રિલીઝ કરવામાં આવશે. અર્જુન રેડ્ડી સ્ટાર વિજય ગેવરાકોન્ડાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરફિલ્મનું પોસ્ટર શેર કરતા લખ્યુ, તારીખ આવી ગઈ છે. ભારત અમે આવી રહ્યાં છીએ, 9 સપ્ટેમ્બર 2021.
મહત્વનું છે કે ડાયરેક્ટર પુરી જગન્નાથના ડાયરેક્શનમાં બનેલી આ ફિલ્મમાં વિજય અને અનન્યા સિવાય રામ્યા કૃષ્ણન, રોનિત રોય, વિષ્ણુ રેડ્ડી પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. કરણ જોહર (Karan Johar) ની સાથે આ ફિલ્મને અભિનેત્રી-પ્રોડ્યૂસર ચાર્મી કૌરે કો-પ્રોડ્યૂસ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે