નવી દિલ્હીઃ ટેલીવિઝનથી લઈને સોશિયલ મીડિયા સુધી રાજ કરનારી અભિનેત્રી હિના ખાન (Hina Khan) હવે વિક્રમ ભટ્ટની સાથે બોલીવુડમાં પોતાનું પર્દાપણ કરવા માટે તૈયાર છે. હિના ખાનની સાથે ફિલ્મકાર વિક્રમ ભટ્ટની ફિલ્મ 'હેક્ડ (Hacked)'નું શૂટિંગ પૂરુ થઈ ગયું છે અને હવે આ ફિલ્મ રિલીઝ થવા માટે તૈયાર છે.
આ ફિલ્મ 31, જાન્યુઆરી 2020ના સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. ફિલ્મમાં ડિજિટલ અને સોશિયલ મીડિયાના નકારાત્મક પાસાઓ પર વાત થશે. આ વાતની જાણકારી હિના ખાને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટના માધ્યમથી પોતાના ફેન્સને આપી છે.
ફિલ્મમાં સાઇબર ક્રાઇમ વિશે વાત કરવામાં આવશે અને તે વાતની પણ ચેતવણી આપવામાં આવશે કે વેબમાં પોતાની દરેક નાની-નાની વાતોને શેર કરવી કેટલી હાનિકારક છે.
હિના તેમાં એક ફેશન મેગેઝિનના એડિટર તરીકે જોવા મળશે. ફિલ્મમાં હિનાની ભૂમિકા ખુબ ગ્લેમરસ છે.
અનુપમ ખેરે ભૂત જેવો ડરામણો' VIDEO શેર કર્યો, જેણે જોયો તેના હાજા ગગડી ગયા
લોનરએન્ગર પ્રોડક્શન દ્વારા પ્રસ્તુત અને અમર પી ઠક્કર અને કૃષ્ણા ભટ્ટ દ્વારા નિર્મિત આ ફિલ્મમાં રોહન શાહ, મોહિત મલ્હોત્રા અને સિડ મક્કડ પણ છે.
લેટેસ્ટ ન્યૂઝ જાણો, જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે