Home> Entertainment
Advertisement
Prev
Next

એકતા કપૂરે કર્યું એક કામ અને સોશિયલ મીડિયામાં થયો વખાણનો વરસાદ

તુષાર કપૂરના દીકરાની બર્થ ડે પાર્ટીમાં તેના પિતા અને એક્ટર જિતેન્દ્ર, પત્ની શોભા કપૂર સાથે પહોંચ્યા હતા. કરણ જોહર પણ બંને બાળકો યશ અને રૂહી સાથે પાર્ટીમાં પહોંચ્યો હતો. સોહા અલી ખાન પણ દીકરી ઈનાયા સાથે પહોંચી હતી. 

એકતા કપૂરે કર્યું એક કામ અને સોશિયલ મીડિયામાં થયો વખાણનો વરસાદ

મુંબઈ : એકતા કપૂર હાલમાં ભત્રીજા અને તુષાર કપૂરના દીકરા લક્ષ્ય કપૂરના ત્રીજા જન્મદિવસની પાર્ટીમાં પહોંચી હતી. અહીં તે ગરીબ બાળકોને મળી હતી અને તેમની સાથે હાથ મેળવીને તેમને ભોજન આપ્યું હતું. એકતાનો આ વીડિયો વાઇરલ થઈ ગયો છે અને ઇન્ટરનેટ પર લોકો તેની ભારે પ્રશંસા કરી રહ્યા છે. તુષાર કપૂરનો દીકરો લક્ષ્ય હાલમાં ત્રણ વર્ષનો થઈ ગયો છે અને એટલે તેની બર્થ ડે પાર્ટી ઓર્ગનાઇઝ કરવામાં આવી હતી. આ પાર્ટીમાં એકતા કપૂર પણ પહોંચી હતી. 

fallbacks
 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

Ekta didi 🙏

A post shared by Viral Bhayani (@viralbhayani) on

આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક્તા પાર્ટી બાદ પરત ફરી રહી છે ત્યારે જ કેટલાક બાળકો અને મહિલાઓ તેની પાસે આવે છે. એક્તા તેમને પૂછે છે કે તમને ખાવાનું મળ્યું કે નહીં. આ બાદ એક્તા તેમને એમ પણ કહે છે કે જમીને જજો. આટલું કહીને એક્તા કારમાં બેસવા જાય તે પહેલા જ એક બાળક તેની સાથે હાથ મિલાવવા માટે પોતાનો હાથ આગળ વધારે છે. એક્તા બાળકોની સામે જુએ છે અને તેમની સાથે હેન્ડશેક કરી કારમાં બેસી જાય છે. કારમાં બેઠા બાદ એક્તા કપૂર કાચ ખોલી એક બોક્સ બાળકને આપે છે. જેનાથી બાળકો પણ ખુશ થઈ જાય છે.

તુષાર કપૂરના દીકરાની બર્થ ડે પાર્ટીમાં તેના પિતા અને એક્ટર જિતેન્દ્ર, પત્ની શોભા કપૂર સાથે પહોંચ્યા હતા. કરણ જોહર પણ બંને બાળકો યશ અને રૂહી સાથે પાર્ટીમાં પહોંચ્યો હતો. સોહા અલી ખાન પણ દીકરી ઈનાયા સાથે પહોંચી હતી. એક્ટ્રેસ કાંચી કૌલ પણ બાળકોને લઈને પાર્ટીમાં આવી હતી.

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More