Home> Entertainment
Advertisement
Prev
Next

45 વર્ષના અંકલજીએ સ્ટેજ પર મચાવી ધમાલ, વાઇરલ થયો Video

રિંગ સેરેમનીમાં તેમણે આ ડાન્સ કર્યો હતો

45 વર્ષના અંકલજીએ સ્ટેજ પર મચાવી ધમાલ, વાઇરલ થયો Video

નવી દિલ્હી : મધ્ય પ્રદેશમાં વિદિશાના પ્રોફેસર એવા 40 વર્ષના સંજીવ શ્રીવાસ્તવ ઉર્ફે ડબ્બુ અંકલનો વીડિયો સોશિયલ મીડિયામાં જબરદસ્ત વાઇરલ બન્યો હોત. હવે તેમના પગલે મધ્ય પ્રદેશના 45 વર્ષના અરવિંદ ગર્ગ પોતાના જબરદસ્ત ડાન્સને કારણે લાઇમલાઇટમાં આ્વ્યા છે. મુઝફ્ફરનગરમાં યોજાયેલી એક રિંગ સેરેમનીમાં અરવિંદ ગર્ગે પંજાબી ગીત પર ડાન્સ કરીને બધાને ખુશ કરી દીધા છે અને તેમનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ  થઈ રહ્યો છે. તેમના દરેક સ્ટેપ લોકોને બહુ પસંદ પડ્યા છે. 

fallbacks

ટ્રેનમાં કેટલા સામાન સાથે પ્રવાસ કરી શકાશે એ વિશે આવી ગયો છે નિયમ, વધારે લગેજ હશે તો...

આ પહેલાં જ્યારે સંજીવ શ્રીવાસ્તવનો વીડિયો વાઇરલ થયો હતો ત્યારે મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે પોતાના ટ્વિટર એકાઉન્ટની ટ્વીટ કરીને તેમની ભારે પ્રસંશા કરી હતી. શિવરાજ સિંહે લખ્યું હતું કે , 'અમારા વિદિશા શહેરમાં કાર્યરત પ્રોફેસર શ્રી સંજીવ શ્રીવાસ્તવની ઝિંદાદિલીએ આખા ભારતમાં ઇન્ટરનેટ પર ધમાલ મચાવી દીધી છે. માનો કે ન માનો પણ મધ્ય પ્રદેશના પાણીમાં કંઈ ખાસ વાત છે.....' 

બોલિવૂડના સમાચાર જાણવા કરો ક્લિક

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More