Home> Entertainment
Advertisement
Prev
Next

10  કરોડથી વધારે વખત જોવાઈ ચૂક્યો છે આ VIDEO, તમે જોયો?

બોલિવૂડથી માંડીને ભોજપુરી સિનેમામાં ફેમિસ થઈ ગયેલી હરિયાણવી ડાન્સર સપના ચૌધરીનો ડાન્સ તેના ચાહકોમાં સુપરહિટ છે. બિગ બોસ પછી સપનાના ચાહકોની સંખ્યા જબરદસ્ત રીતે વધી ગઈ છે.

10  કરોડથી વધારે વખત જોવાઈ ચૂક્યો છે આ VIDEO, તમે જોયો?

નવી દિલ્હી : બોલિવૂડથી માંડીને ભોજપુરી સિનેમામાં ફેમિસ થઈ ગયેલી હરિયાણવી ડાન્સર સપના ચૌધરીનો ડાન્સ તેના ચાહકોમાં સુપરહિટ છે. બિગ બોસ પછી સપનાના ચાહકોની સંખ્યા જબરદસ્ત રીતે વધી ગઈ છે. આ લોકપ્રિયતાને કારણે જ અનેક છોકરીઓ સપનાના લોકપ્રિય ગીત 'તેરી આંખ્યા કા યો કાજલ' પર ડાન્સ કરીને એના વીડિયો યુ ટ્યૂબ પર અપલોડ કરી રહી છે.  

fallbacks

હાલમાં ઇન્ટરનેટ પર એક વીડિયો વાઇરલ થઈ રહ્યો છે જેમાં એક છોકરા અને છોકરીએ મળીને ધમાકેદાર ડાન્સ કર્યો છે. આ બંનેનો ડાન્સ તેમજ સ્ટેપ એટલા જબરદસ્ત હતા કે ઇન્ટરનેટ પર આ વીડિયો બહુ ઝડપથી વાઇરલ થઈ ગયો. 

kunal more નામની યુટ્યૂબ ચેનલ દ્વારા 25 મેના દિવસે અપલોડ કરવામાં આવેલો આ વીડિયો અત્યાર સુધી 105,615,643 વાર જોવાઈ ચૂક્યો છે. આ વીડિયો પર 1168થી વધારે કમેન્ટ્સ પણ આવ્યા છે. આ વીડિયો લાઇક કરનારાઓની સંખ્યા 7.5 હજાર કરતા વધારે છે. નોંધનીય છે કે હાલમાં સોશિયલ મીડિયા પર દેશના યુવાનોને ટેલેન્ટ દેખાડવાની તક મળી રહી છે અને ઇન્ટરનેટ એનું માધ્યમ બન્યું છે. 

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More