Home> Entertainment
Advertisement
Prev
Next

શર્ટલેસ મિત્રો સાથે બિન્દાસ્ત તસવીર ખેંચાવાનું ભારે પડ્યું સુહાનાને, થઈ ગઈ વર્જિનીટી પર કમેન્ટ

સોશિયલ મીડિયામાં કોઈપણ વ્યક્તિનું જીવન અને ખાસ કરીને સેલિબ્રિટીનું જીવન અંગત નથી રહેતું.

શર્ટલેસ મિત્રો સાથે બિન્દાસ્ત તસવીર ખેંચાવાનું ભારે પડ્યું સુહાનાને, થઈ ગઈ વર્જિનીટી પર કમેન્ટ

નવી દિલ્હી : સોશિયલ મીડિયામાં કોઈપણ વ્યક્તિનું જીવન અને ખાસ કરીને સેલિબ્રિટીનું જીવન અંગત નથી રહેતું. આવું જ થઈ રહ્યું છે શાહરૂખ ખાનની દીકરી સુહાના સાથે. હાલમાં સુહાનાની એક તસવીર આવી છે જેને લોકો ખુલ્લેઆમ ટ્રોલ કરી રહ્યા છે. સુહાનાના ફેન પેજથી આ તસવીરને શેયર કરવામાં આવી છે.  આ તસવીર પર સતત નેગેટિવ કમેન્ટ કરવામાં આવી રહી છે. 

fallbacks

fallbacks

બોલિવૂડ સ્ટાર કિડમાં સૌથી લોકપ્રિય સુહાના ખાન સતત ચર્ચામાં રહે છે. શાહરૂખ ખાનની દીકરીની બોલિવૂડ એન્ટ્રીનો મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. આ સંજોગોમાં હાલમાં સુહાનાનો પોલ ડાન્સ કરતો વીડિયો વાઇરલ રહ્યો છે. આ વીડિયોમાં તે પોતાના મિત્ર સાથે પોલ ડાન્સ કરતી નજરે ચડે છે. સુહાનાના ફેનપેજ પર આ વીડિયો શેયર કરવામાં આવ્યો છે.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

@suhanakhan2 dancing with her friends 😘💕

A post shared by Suhana Khan ⭐ (@suhanakha143) on

બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાને ભલે બોલિવૂડમાં પગ ન મૂક્યો હોય પણ આમ છતાં તે લોકોના દિલમાં ખાસ જગ્યા બનાવી લીધી છે. લોકોને સોશિયલ મીડિયામાં સુહાનાના વીડિયો તેમજ તસવીર પસંદ પડી રહ્યા છે. કિંગ ખાને પણ પોતાના ઇન્ટરવ્યૂમાં જણાવ્યું છે કે તેની દીકરી સુહાના એક એક્ટ્રેસ બનવા માગે છે અને આ માટે ટ્રેઇનિંગ લઈ રહી છે. સુહાનાની ટ્રેઇનિંગ પુરી થશે કે તરત તે બોલિવૂડમાં એન્ટ્રી લઈ શકે છે. એક માહિતી પ્રમાણે સુહાના હોલિવૂડમાં કરિયર બનાવવા માગે છે.

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More