મુંબઈ : બધાઈ હોમાં સફળતા મેળવનાર નીના ગુપ્તા બોલિવૂડની નવી ફેશન સ્ટાર સાબિત થઈ રહી છે. પોતાના દરેક લુક સાથે નીના સાબિત કરી રહી છે કે ઉંમર માત્ર એક આંકડો જ છે. હાલમાં નીનાએ એક મેગેઝિન માટે ફોટોશૂટ કરાવ્યું છે જે સોશિયલ મીડિયામાં છવાઈ ગયું છે. આ તસવીરોમાં તે જબરદસ્ત ખૂબસુરત લાગે છે.
નીનાએ પોતાની કેટલીક તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેયર કરી છે. આમાં તેણે ઓવરસાઇઝ વ્હાઇટ શર્ટ સાથે ન્યૂડ રંગના શોર્ટસ પહેર્યા છે. આ સાથે તેણે લોંગ કોટ પણ પહેર્યો છે. તેણે પોતાનો લુક કમ્પ્લીટ કરવા માટે બ્લેક રંગનો ની લેન્થ સુટ પણ પહેર્યો છે. આ લુક સાથે તેણે ન્યૂડ મેકઅપ કરવાનું પસંદ કર્યું છે.
દીપિકાએ ખોલ્યું સિક્રેટ, જાણીને કહેશો બાપરે ! આ તો પેટની બહુ ઉંડી
ફિલ્મ બધાઇ હોની સફળતા પછી નીના દીકરી મસાબા સાથે રજાઓ ગાળવા માટે માલદીવ ગઈ હતી અને તેણે એની તસવીરો સોશિયલ મીડિયા પર શેયર કરીછે. તેની આ તસવીરો પણ વાઇરલ થઈ હતી. નીનાની લેટેસ્ટ ફિલ્મ બધાઇ હોએ 17 દિવસમાં 100 કરોડ રૂપિયાની કમાણી કરી છે. નીના ગુપ્તાએ સિરિયલ 'ખાનદાન'થી નાના પડદા પર શરૂઆત કરી હતી. તેણે ગાંધી, મંડી, જાને ભી દો યારો, યાત્રા, ઉત્સવ, ડેડી તેમજ રિહાઇ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. નીનાને ફિલ્મ વો છોકરી માટે નેશનલ અવોર્ડ મળી ચૂક્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે