Home> Entertainment
Advertisement
Prev
Next

શાહરૂખના દીકરાની આ તસવીર થઈ ગઈ છે વાઇરલ ! વિગતો જાણવા કરો ક્લિક

હાલમાં ‘ધ લાયન કિંગ’ રિલીઝ થતાંની સાથે જ શાહરૂખના દીકરા આર્યન ખાનની ચર્ચા થવા લાગી છે.

શાહરૂખના દીકરાની આ તસવીર થઈ ગઈ છે વાઇરલ ! વિગતો જાણવા કરો ક્લિક

મુંબઈ : હાલમાં ‘ધ લાયન કિંગ’ રિલીઝ થતાંની સાથે જ શાહરૂખના દીકરા આર્યન ખાનની ચર્ચા થવા લાગી છે. આર્યન ખાને આ ફિલ્મના હિન્દી વર્ઝનમાં આર્યન ખાને ‘સિમ્બા’ને અવાજ આપ્યો છે. જ્યારે શાહરૂખ ખાને ‘મુફાસા’ માટે અવાજ ડબ કર્યો છે. સોશિયલ મીડિયામાં શાહરૂખના દીકરાનો મોટો ચાહકવર્ગ છે. જોકે હાલમાં આર્યન પોતાના અંગત જીવનને કારણે ચર્ચામાં છે. રિપોર્ટ પ્રમાણે, આર્યન લંડનની એક બ્લોગરને ડેટ કરી રહ્યો છે. માહિતી પ્રમાણે, આર્યનની મમ્મી ગૌરી ખાને પણ આ યુવતી સાથે મુલાકાત કરી છે અને તેને મળીને ખુશ છે. હાલમાં આર્યનની એક યુવતી સાથે ડાન્સ કરતો હોવાની તસવીરો પણ વાઇરલ થઈ છે અને ચર્ચા છે કે આ યુવતી જ તેની પ્રેમિકા છે.

fallbacks

આર્યનની આ તસવીર બહેન સુહાનાના ફેનપેજ દ્વારા શેયર કરવામાં આવી છે. આ તસવીરમાં આર્યન ઓલ ઓવર બ્લેકમાં દેખાય છે જ્યારે તેની મિત્ર લાલ અને કાળાના કોમ્બિનેશનલમાં દેખાઈ રહી છે. આર્યનની આ તસવીર બહુ ઝડપથી ઇન્ટરનેટ પર વાઇરલ થઈ રહી છે. 

નોંધનીય છે કે આર્યનની બહેન સુહાના ખાને થોડા દિવસો પહેલા જ આર્ડિંગ્લે કોલેજમાંથી ગ્રેજ્યુએશન પૂરું કર્યું છે. હવે ન્યૂયોર્કની ફિલ્મ સ્કૂલમાં ભણવા જવાની છે. શાહરૂખ ઘણા ઈન્ટરવ્યૂમાં કહી ચૂક્યો છે કે સુહાનાને બોલિવૂડમાં રસ છે અને એટલે તે ખૂબ ખુશ છે. જો કે, તેણે સુહાના સામે શરત મૂકી છે કે ભણવાનું પૂરું કર્યા બાદ જ તે ફિલ્મોમાં આવી શકશે. હાલમાં શાહરૂખ ત્રણેય બાળકો સાથે માલદીવ્સમાં વેકેશન માણવા ગયો હતો અને આ વેકેશનની તસવીરો પણ વાઇરલ બની હતી.

થોડા સમય પહેલાં ડેક્કન ક્રોનિકલ્સે કપૂરપરિવારના એક નજીકના મિત્ર પાસેથી માહિતી મેળવીને સમાચાર આપ્યા હતા કે જાન્હવી પછી ખુશી બહુ જલ્દી બોલિવૂડમાં એન્ટ્રી લેવાની છે. મળતી માહિતી પ્રમાણે ખુશી બોલિવૂડના કિંગ શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાનની પહેલી હિરોઇન બનીને બોલિવૂડમાં એન્ટ્રી લેશે. 

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More